માલપૂઆ

 

- મીતા ભરવાડા

સામગ્રી


રીત

એક બાઉલમાં મેંદો લઈ એમાં સાકર, બેકિંગ પાઉડર અને વરિયાળીનો પાઉડર મિક્સ કરો. પછી એમાં જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું બનાવો. એને અડધો કલાક રહેવા દો. ચાસણી માટેની સાકર લઈ એમાં પાણી અને કેસર નાખીને ઉકાળો અને એક તારની ચાસણી તૈયાર કરીને અલગ રાખો. હવે એક પૅનમાં તળવા માટે ઘી ગરમ કરો. એક ગોળ ચમચો લઈ એમાં ખીરું લઈ ઘીમાં નાની પૂરી જેવું પાડો. બન્ને તરફ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળો. ત્યાર બાદ એને તૈયાર કરેલી ચાસણીમાં નાખીને એક મિનિટ રહેવા દો. હવે એને ચાસણીમાંથી કાઢી બદામ અને પિસ્તા ભભરાવીને પીરસો.