મખાનાની ખીર

16 October, 2012 05:38 AM IST  | 

મખાનાની ખીર




સામગ્રી


રીત 

એક કડાઈમાં ઘી ગરમ કરી એમાં મખાનાને ધીમા તાપે શેકી લો. થોડા ગુલાબી અને કડક થઈ જાય એટલે એને ઠંડા કરો. ત્યાર બાદ એને અધકચરા ખાંડી લો.

મખાનાને દૂધમાં ઉમેરી મિક્સ કરો. આ મખાનાવાળું દૂધ એક પૅનમાં લઈ એને ગરમ કરો. સતત હલાવતા રહો અને ૮-૧૦ મિનિટ સુધી ઉકાળો. મિશ્રણ ઘાટું થાય એટલે સાકર ઉમેરી મિક્સ કરો. એમાં એલચીનો પાઉડર અને ચારોળી ઉમેરો. સાકર ઓગળે એટલે ૨-૩ મિનિટ સુધી ઉકાળો. સર્વિંગ બાઉલમાં કાઢી બદામની કાતરીથી સજાવી ગરમ અથવા ઠંડી પીરસો.