ક્રિસ્પી મશરૂમ કૉર્ન રોલ

15 December, 2014 07:08 AM IST  | 

ક્રિસ્પી મશરૂમ કૉર્ન રોલ




સામગ્રી

ચાર ફિલો પેસ્ટ્રી શીટ્સ

પા કપ બટર મેલ્ટ કરેલું

બેકિંગ ટ્રે ગ્રીસ કરવા

૧ ટેબલ-સ્પૂન ઑઇલ

સ્ટફિંગની સામગ્રી

૧ ટેબલ-સ્પૂન લસણ ઝીણું સમારેલું

૧ કપ કપ ઝીણાં સમારેલાં મશરૂમ

અડધો કપ યલો કૉર્ન

૧ ટેબલ-સ્પૂન બટર

મીઠું સ્વાદ પ્રમાણે

અડધી ટી-સ્પૂન મરીનો ભૂકો

બે ટેબલ-સ્પૂન ક્રીમ

બે ટેબલ-સ્પૂન ચીઝ

બે ટી-સ્પૂન પાર્સલી ઝીણી સમારેલી

રીત

તૈયાર થયેલું સ્ટફિંગ એક બાઉલમાં કાઢી લો. હવે ચાર ફિલો પેસ્ટ્રી શીટ્સમાંથી એક શીટ સરખી કરચલી ન પડે એ રીતે પાથરો. એના પર મેલ્ટેડ બટર બ્રશથી લગાડતાં જાઓ. ત્યાર બાદ બીજી, ત્રીજી અને છેલ્લે ચોથી ફિલો શીટની લેયર કરો. બટર સરખું લગાડવું જરૂરી છે. ફિલો શીટ્સમાં બબલ્સ ન આવે એટલે બને એટલી કરચલી ઓછી પડે એનું ધ્યાન રાખવું. છેલ્લે રેડી કરેલું સ્ટફિંગ ફિલો શીટની સૌથી ઉપરની લેયર પર પાથરો અને એન્વલપ ફોલ્ડ કરો એ રીતે ટાઇટ સ્પ્રિન્ગ રોલની જેમ ફિલો શીટને વાળી દો. છેલ્લે ફરી સરખું બટર લગાવો. હવે અવનમાં મૂકવાની બેકિંગ ટ્રેને ઑઇલથી ગ્રીસ કરી પ્રિહીટેડ અવનમાં ૧૮૦ ડિગ્રી પર વીસ મિનિટ માટે રોલને બેક કરવા મૂકી દો. તૈયાર થયેલો ક્રિસ્પી મશરૂમ કૉર્ન રોલ ટમૅટો સૉસ સાથે ગરમાગરમ સર્વ કરો.