કોલ્હાપુરી કરી

27 June, 2017 06:13 AM IST  | 

કોલ્હાપુરી કરી

આજની વાનગી - કેતકી સૈયા

સામગ્રી

+ ૧ કપ બટાટા ચોરસ કાપીને તળી લેવા

+ અડધો કપ ફણસી લાંબી કાપી તળી લેવી

+ અડધો કપ ગાજર ક્યુબમાં કાપી તળી લેવા

+ અડધો કપ મકાઈ બાફેલી

+ ૧ ગ્રીન કૅપ્સિકમ પટ્ટીમાં કાપેલું

+ ૧ પીળું કૅપ્સિકમ પટ્ટીમાં કાપેલું

+ અડધો કપ પનીર ક્યુબમાં કાપી તળી લેવું

+ બે ટી-સ્પૂન પંજાબી ગરમ મસાલા

+ બે ટેબલ-સ્પૂન ક્રીમ

+ ૪ ટેબલ-સ્પૂન તેલ અથવા બટર

+ મીઠું

પેસ્ટ

+ ૪૦૦ ગ્રામ મીડિયમ ટમેટાં ચૉપ્ડ

+ ૧૦૦ ગ્રામ કાંદા ચૉપ્ડ

+ ૮૦ ગ્રામ માવો ખમણેલો

+ ૧/૪ કપ કાજુની પેસ્ટ

+ અડધો કપ દહીં

+ બે ટી-સ્પૂન આદુંની પેસ્ટ

+ બે ટી-સ્પૂન ગાર્લિક પેસ્ટ

+ ૧ ટી-સ્પૂન લાલ મરચાનો પાઉડર

+ ૩ ટેબલ-સ્પૂન ધાણા (શેકેલા)

+ અડધી ટી-સ્પૂન એલચી દાણા

+ ૧ ટી-સ્પૂન અનારદાણા પાઉડર

રીત 


૧. પેસ્ટની સામગ્રી મિક્સ કરી પીસી લેવી.

૨. એક પૅનમાં તેલ ગરમ કરી પેસ્ટ ઉમેરી ૩-૪ મિનિટ સાંતળવું.

૩. એમાં કૅપ્સિકમ પટ્ટી ઉમેરી સાંતળવું.

૪. બાકીની બધી સામગ્રી (શાકભાજી) ઉમેરી સ્લો ગૅસ પર કુક કરવું. એમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી શકાય.

૫. છેલ્લે એમાં ક્રીમ ઉમેરી પાછું બે મિનિટ કુક કરવું.

નોંધ : કોલ્હાપુરી સબ્જી થોડી સ્પાઇસી કરી શકાય. એમાં એક-બે ગ્રીન મરચાં પેસ્ટમાં ઉમેરવાં.