કેરાલા સ્ટાઇલ ભિંડી

17 August, 2012 09:42 AM IST  | 

કેરાલા સ્ટાઇલ ભિંડી

 

 

સામગ્રી

 

૨૫૦ ગ્રામ ભીંડા

અડધી ચમચી જીરુ

અડધી ચમચી રાઈ

ત્રણ સૂકાં લાલ મરચાં

૩-૪ મીઠા લીમડાનાં પાન

બે ચમચા ઝીણા સમારેલા કાંદા

બે ચમચા ટોમેટો પ્યોરી

અડધી ચમચી લાલ મરચું

પા ચમચી હળદર

એક ચમચો તાજું છીણેલું નાળિયેર

પા કપ દહીં

બે ચમચા તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

સજાવટ માટે છીણેલું નાળિયેર

 

રીત  

 

ભીંડાને ધોઈ કોરા કરી અડધા ઇંચના ટુકડામાં કાપી લો. એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો અને ભીંડાને લાળ બળે ત્યાં સુધી શેકી લો અને અલગ રાખો.

એક બાઉલમાં દહીં અને એક ચમચી પાણી ઉમેરી બરાબર વલોવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં જીરુ, રાઈ, લાલ મરચાં અને મીઠા લીમડાનાં પાનનો વઘાર કરો. હવે એમાં કાંદા ઉમેરી બે મિનિટ સુધી સાંતળો. કાંદા ગુલાબી થાય એટલે ટોમેટો પ્યુરી ઉમેરી હલાવો. ત્યાર બાદ લાલ મરચું, હળદર, નાળિયેરનું છીણ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને બે મિનિટ સુધી સાંતળો. તેલ છૂટે એટલે દહીં ઉમેરી હલાવો. છેલ્લે ભીંડા ઉમેરી ૩-૪ મિનિટ ચડવા દો. સર્વિંગ બાઉલમાં કાઢી નાળિયેરના છીણથી ગાર્નિશ કરી રોટલી સાથે પીરસો.