કલમી વડાં

20 November, 2012 06:22 AM IST  | 

કલમી વડાં


સામગ્રી


રીત

ચણાની તેમ જ મગની દાળને ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ દાળને નિતારીને અધકચરી વાટી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. ત્યાર બાદ આ મિશ્રણને એક બાઉલમાં કાઢો. હવે એમાં બટેટાનો છૂંદો, લીલાં મરચાં, આદું, મીઠું, મરી, કોથમીર અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણના ૭થી ૮ સરખા ભાગ કરો. દરેક ભાગમાંથી પેટિસ જેવાં વડાં તૈયાર કરો અને અલગ રાખો. હવે એક ફ્રાઇંગ પૅનમાં તળવા માટેનું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે વડાને એક પેપર પર કાઢો અને દરેક વડાને ચપ્પુથી ચાર ટુકડામાં કાપો. કાપ્યા બાદ ફરી એ વડાને ગરમ તેલમાં કડક થાય ત્યાં સુધી તળો. પેપર પર કાઢો. ત્યાર બાદ સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર-ફુદીનાની લીલી ચટણી સાથે પીરસો.

( કલમી વડાંને બે વાર ફ્રાય કરવાં પડે છે)