કાજુ-કેસર કુકીઝ

27 December, 2012 06:53 AM IST  | 

કાજુ-કેસર કુકીઝ




સામગ્રી

 ૨૫૦ ગ્રામ મેંદો

 ૧૫૦ ગ્રામ માખણ

 ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ

 પા ચમચી બેકિંગ પાઉડર

 પા ચમચી ખાવાનો સોડા

 થોડાં ટીપાં વેનિલા એસેન્સ

 બે ચમચા કાજુનો ભૂકો

 બે ચમચી દૂધની મલાઈ.

રીત

એક બાઉલમાં માખણ, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર, ખાવાનો સોડા, વૅનિલા એસેન્સ અને બે ચમચી મલાઈ ઉમેરી ખૂબ ફીણો. ત્યાર બાદ એમાં એક ચમચી દૂધમાં ઘોળેલું કેસર અને કાજુનો ભૂકો ઉમેરી બરાબર હલાવો. ત્યાર બાદ મેંદાનો લોટ ઉમેરી ફરી હલાવો. અને લોટ બાંધી લો. ત્યાર બાદ એના ગોળા કરી મનગમતો શેપ આપો. ત્યાર બાદ અવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૫-૨૦ મિનિટ માટે બેક કરો. થોડી બ્રાઉન થાય એટલે બહાર કાઢી ઠંડી કરો. ત્યાર બાદ ડબ્બામાં ભરી લો.