કાલી દાલ


આજની વાનગી

સામગ્રી

રીત

અડદ અને ચણાની દાળને આખી રાત પલાળી રાખો. લસણને ઝીણું સમારી લો. ત્યાર બાદ કુકરમાં પલાળેલા અડદ અને દાળમાં એક ચમચી આદુ અને એક ચમચી લસણ ઉમેરી બાફી લો. હવે એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરો. એમાં મીઠા લીમડાનાં પાન અને સૂકા લાલ મરચાનો વઘાર કરો. હવે એમાં બાકીનું આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી સાંતળો. હવે એમાં કાંદો ઉમેરી સાંતળો. કાંદો ગુલાબી થાય એટલે એમાં ટમેટું ઉમેરી બરાબર હલાવો. એમાં ગરમ મસાલો, હળદર, કિચનકિંગ મસાલો, લાલ મરચું તેમ જ ધાણાજીરુ ઉમેરી સાંતળો. તેલ છૂટે એટલે એમાં બાફેલા અડદ અને દાળ ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર લાગે તો પાણી ઉમેરી ૪-૫ મિનિટ ઉકાળો. હવે સર્વિંગ બાઉલમાં કાઢી મલાઈ, આદુનું છીણ અને કોથમીર ભભરાવી ભાત કે પરાઠા સાથે પીરસો.