ટેસ્ટલેસ કૅન્ડી

20 November, 2022 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જપાનના એક ચેઇન સ્ટોર લૉસને કોઈ જ ફ્લેવર ન હોય એવી કૅન્ડી બનાવી હોવાનો દાવો કર્યો છે

ટેસ્ટલેસ કૅન્ડી

પીપર કાં તો ખાટીમીઠી હોય કે સૉલ્ટી હોય. ફ્રૂટી ફ્લેવર હોય તો જે-તે ફળ જેવો સ્વાદ આપે ને સ્પાઇસિઝ નાખેલાં હોય તો એની ફ્લેવર કે તીખાશ વર્તાય. આયુર્વેદનાં ઔષધો નાખીને બનાવેલી કૅન્ડી ખાટી, તૂરી અને કડવી પણ હોઈ શકે. જોકે જપાનના એક ચેઇન સ્ટોર લૉસને કોઈ જ ફ્લેવર ન હોય એવી કૅન્ડી બનાવી હોવાનો દાવો કર્યો છે. ભલા, જો કોઈ સ્વાદ જ નથી તો કોઈ શા માટે આ કૅન્ડી ખરીદે કે ખાય? આ વાતનો જવાબ લૉસન સ્ટોરના પ્રવક્તાઓ મજાનો આપે છે. તેમનું કહેવું છે કે દુનિયામાં હજારો ફ્લેવરની કૅન્ડી ઉપલબ્ધ છે. ટેસ્ટલેસ કૅન્ડી ક્યાંય નથી મળતી. મતલબ કે આ કૅન્ડી શું છે અને કેવી છે એ જાણવાનું કુતૂહલ પણ લોકોને તેમની આ પ્રોડક્ટ સુધી ખેંચી લાવશે. જૅપનીઝ ભાષામાં એનું નામ છે ‘અજી નો શિનાઈ? ઍમે’ મતલબ કે ‘ટેસ્ટલેસ? કૅન્ડી’. દાવો એવો છે કે આ કૅન્ડીમાં ખાટો, મીઠો, સૉલ્ટી, તીખો, કડવો, તૂરો કોઈ જ સ્વાદ કે ફ્લેવર નથી. જોકે જપાનના કેટલાક ટેસ્ટ-ચેકર્સનું કહેવું છે કે આ કૅન્ડી ચગળવાથી ચીકણા ચોખામાં હોય એવી અત્યંત હળવી સ્વીટનેસ વર્તાય જ છે. મેકર્સનું કહેવું છે કે આ કૅન્ડી એમ્પ્ટીનેસનો અનુભવ કરાવવા માટે જ છે. કોઈ જ ટેસ્ટ રિવૉર્ડ ન મળતો હોવા છતાં લોકો એ ખરીદી રહ્યા છે.

columnists life and style