ઇન્સ્ટન્ટ કેસરી જલેબી

24 October, 2012 05:51 AM IST  | 

ઇન્સ્ટન્ટ કેસરી જલેબી



સામગ્રી


સજાવટ માટે


રીત


ચાસણી બનાવવા માટે એક પૅનમાં પોણો કપ સાકર અને એક-તૃતીયાંશ કપ પાણી લઈ ગરમ કરવું. સાકર પીગળે ત્યાં સુધી સતત હલાવતા રહો અને એક તારની ચાસણી તૈયાર કરો. ગરમ દૂધમાં કેસરના તાંતણા ઉમેરીને ઘસો અને એ મિશ્રણને ચાસણીમાં ઉમેરો. ગુલાબજળને પણ ચાસણીમાં ઉમેરીને બરાબર હલાવો અને ગૅસ પરથી ઉતારીને અલગ રાખો.

જલેબીનું ખીરું બનાવવા માટે એક બાઉલમાં મેંદો, દહીં અને અડધો કપ જેટલું પાણી લઈને બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં બેકિંગ પાઉડર મિક્સ કરો અને જલેબી બને એવું જાડું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને કાણાવાળી પ્લાસ્ટિકની બૉટલમાં ભરી લો.

હવે એક કડાઈમાં તળવા ઘી ગરમ કરો. ઘી બરાબર ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી ઘીમાં જલેબી પાડો. જલેબીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને થોડી કડક થાય એટલે તરત જ તૈયાર કરેલી ગરમ ચાસણીમાં ઉમેરો. એને બે-ત્રણ મિનિટ રહેવા દો અને નિતારીને એક પ્લેટમાં કાઢો. આ રીતે બધી જલેબી તૈયાર કરો. સર્વ કરવા માટે એક પ્લેટમાં જલેબી ગોઠવી એના પર એલચીનો ભૂકો ભભરાવો. એને કેસરના તાંતણા અને પિસ્તાની કાતરીથી સજાવી ફાફડા અને ચટણી સાથે સર્વ કરો.