ફ્રેશ પાસ્તા

14 January, 2020 05:56 PM IST  |  Mumbai Desk | Dharmin Lathia

ફ્રેશ પાસ્તા

સામગ્રી

☞ ૧ કપ મેંદો
☞ ૧ ટેબલસ્પૂન ચોખાનો લોટ
☞ ૪ ટેબલસ્પૂન તેલ
☞ ૧/૪ ટીસ્પૂન મીઠું
રીત
૧. બધી સામગ્રી ભેળવીને એને પાણીથી મધ્યમ કડક લોટ બાંધી લો. લોટને હજી બે-ત્રણ મિનિટ સુધી મસળીને મુલાયમ બનાવો. પછી એને ઢાંકી ૧પ-ર૦ મિનિટ માટલા પર મૂકી રાખો જેથી લોટ ઠંડો થાય. આ લોટના ચાર લૂઆ બનાવી એને ચોખાના લોટની સહાયતાથી પાતળા વણી લો. પછી એને લઝાનિયા પાસ્તા માટે લાંબા આયનાકાર શીટમાં સમારો અથવા ફેટચીની પાસ્તા માટે પાતળી લાંબી પટ્ટીઓ સમારો અથવા આવશ્યક આકારમાં કાપા મૂકો.
ર. એક મોટી કડાઈમાં ૧ લીટર પાણી, ૧ ટેબલસ્પૂન તેલ અને અડધી ટીસ્પૂન મીઠું નાખી ઉકાળી લો. એમાં પાસ્તા નાખો અને ર-૩ મિનિટ સુધી સીઝવો. પાસ્તા સીજીને પાણી ઉપર આવી જાય પછી પાણી નિતારીને પાસ્તા બહાર કાઢી લેવા. પછી આ પાસ્તા બહાર કાઢી લેવા. પછી આ પાસ્તા ઠંડા પાણીથી ધોઈ એનું પાણી નિતારી લો.

mumbai food indian food