હની-ફિગ આઇસ્ક્રીમ

30 November, 2012 06:42 AM IST  | 

હની-ફિગ આઇસ્ક્રીમ




સામગ્રી


રીત

એક પૅનમાં બારીક સમારેલા અંજીર, ત્રણ ચમચા સાકર અને પાણી લઈ એને મધ્યમ તાપે ગરમ કરો. ૮-૧૦ મિનિટ સુધી મિશ્રણ એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. જૅમ જેવું મિશ્રણ તૈયાર થાય એટલે ગૅસ પરથી ઉતારી ઠંડું કરો અને અલગ રાખો.

હવે પા કપ દૂધ લઈ એમાં કસ્ટર્ડ પાઉડરને ઓગાળી પેસ્ટ બનાવી લો. એક પૅનમાં બાકીનું દૂધ અને બે ચમચા સાકર ગરમ કરવા મૂકો. ઊકળે એટલે ગૅસ પરથી ઉતારી તૈયાર કરેલી કસ્ટર્ડ પાઉડરની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ફરી આ મિશ્રણને ગૅસ પર મૂકી ગરમ કરો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગૅસ પરથી ઉતારી ઠંડું કરો.

હવે દૂધવાળા મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક, મધ અને ક્રીમ ઉમેરી હલાવો. ત્યાર બાદ કન્ટેનરમાં કાઢી ફ્રીઝરમાં ઓછામાં ઓછા આઠ કલાક સુધી સેટ કરવા મૂકો. ત્યાર બાદ બહાર કાઢી એને મિક્સરમાં ચર્ન કરો. છેલ્લે તૈયાર કરેલું અંજીરનું મિશ્રણ ઉમેરી થોડું ચર્ન કરો. જરૂર પડે તો ફરી ફ્રીઝરમાં સેટ કરવા મૂકો. બહાર કાઢી સર્વિંગ બાઉલમાં કાઢો. ઉપરથી થોડું મધ રેડી પીરસો.