હની-ચિલી પટેટો

22 August, 2012 05:50 AM IST  | 

હની-ચિલી પટેટો


આજની વાનગી

સામગ્રી

રીત

કાંદાને ઝીણા સમારો. લીલા કાંદાનાં પાનને પણ ઝીણાં સમારો અને અલગ રાખો. એક બાઉલમાં એક ચમચો ગરમ પાણી લઈ એમાં સૂકાં લાલ મરચાંને ૫-૧૦ મિનિટ સુધી ભીંજવો. બટાટાની છાલ કાઢી એને લાંબા તેમ જ થોડા જાડા ટુકડામાં કાપો. કૉર્નફ્લોરમાં પાણી ઍડ કરી થિક પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં બટાટા ઉમેરો અને હાથેથી બરાબર મિક્સ કરો જેથી કૉર્નફ્લોરની પેસ્ટ બટાટા પર બરાબર લાગી જાય. એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં બટાટાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સૂકાં લાલ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લો. એક તવી ગરમ કરી એમાં તલને શેકો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં તૈયાર કરેલી લસણ-મરચાની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ એમાં કાંદા ઉમેરો અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે ચિલી-ગાર્લિક સૉસ, સોય સૉસ, વિનેગર, મધ અને સાકર ઉમેરી બરાબર હલાવો. હવે આ મિશ્રણમાં તળેલા બટાટા ઉમેરી બરાબર હલાવો. બે-ત્રણ મિનિટ સૂધી ચડવા દો જેથી સૉસ બટાટાને બરાબર લાગી જાય. એક સર્વિંગ પ્લેટમાં કાઢી લીલા કાંદાનાં પાન અને શેકેલા તલથી ગાર્નિશ કરી પીરસો.