27 July, 2026 08:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની રેસિપી: સ્પિનૅચ કબાબ
સામગ્રી : ૧ મોટી ઝૂડી પાલક, બે ચમચી આદું-મરચાંની પેસ્ટ, બે મીડિયમ સાઇઝના બાફેલા બટાટા, ૫૦૦ ગ્રામ (લગભગ બે મોટા બાઉલ) વટાણા, ૧ કપ કોથમીર, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, બે ચમચી શેકેલો ચણાનો લોટ (બાઇન્ડિંગ માટે), કાજુના ટુકડા (ગાર્નિશ માટે), તળવા માટે તેલ
બનાવવાની રીત : પાલકને સારી રીતે ધોઈને પાંચ-દસ મિનિટ સુધી બાફી લો અને વધારાનું પાણી નિતારી લો. વટાણાને પણ બૉઇલ કરી લો અને બાફેલા બટાટાને સારી રીતે મૅશ કરો. હવે પાલક, વટાણા, બટાટા, કોથમીર, આદું-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મીઠું અને શેકેલો ચણાનો લોટ ઉમેરીને બધું સરખું મિક્સ કરો. તૈયાર મિશ્રણમાંથી કબાબનો આકાર આપો. કબાબ પર કાજુના ટુકડા લગાવો અને ગરમ તેલમાં મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ગરમાગરમ સ્પિનૅચ કબાબને ગ્રીન ચટણી અથવા ટમૅટો કેચપ સાથે સર્વ કરો.