આજની રેસિપી: હેલ્ધી વૉફલ ચાટ

06 May, 2026 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામગ્રી : ૧/૨ વાટકી મગની દાળ, ૨ ચમચી ચોખાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, ખજૂરની ચટણી, ગ્રીન ચટણી, દહીં થોડું મીઠું (મીઠું, મરચું, ચાટ મસાલો, જીરું પાઉડર મિક્સ કરવો - ઉપર સ્પ્રિન્કલ માટે), કોથમીર, સેવ, બુંદી

હેલ્ધી વૉફલ ચાટ

બનાવવાની રીત : મગની દાળને બેથી ૩ કલાક પલાળવી. પછી મિક્સરમાં પીસી લેવી. એમાં ચોખાનો લોટ અને મસાલો નાખીને ચપટી સોડા નાખવા. એને એકદમ ફીણી લેવું. વૉફલ મેકરમાં તેલ લગાવીને એક થોડી મોટી ચમચી ખીરું મૂકવું, એના પર તેલ પાથરીને બંધ કરવું.  એક મિનિટમાં વૉફલ તૈયાર થઈ જશે. આટલા બૅટરમાંથી પાંચથી ૬ વૉફલ થશે. એને પ્લેટમાં મૂકીને એના પર ગળી-તીખી ચટણી મૂકવી. એના પર દહીં પાથરી, બન્ને ચટણી નાખી એના પર મસાલો સ્પ્રિન્કલ કરો. એના પર સેવ-બુંદી મૂકો અને કોથમીરથી સજાવો. એકદમ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ગરમીમાં ભાવે એવી ચટપટી વાનગી તૈયાર છે.

international travel food food and drink food news indian food life and style lifestyle news