ગુવાર ઢોકળી

07 October, 2014 05:06 AM IST  | 

ગુવાર ઢોકળી




સામગ્રી

 ૫૦૦ ગ્રામ ગુવાર

 ૪ મોટા ચમચા તેલ

 ૧ ચમચી અજમો

 ચપટી હળદર

 અડધી ચમચી ધાણાજીરું પાઉડર

 લાલ મરચું બે ચમચી

 મીઠું સ્વાદ પ્રમાણે

ચપટી હિંગ

 પા ચમચી ખાવાનો સોડા

ઢોકળી બનાવવા માટે

 ૧૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ

 ૫૦ ગ્રામ ચણાનો લોટ

 ત્રણ ચમચી તેલનું મોણ

 એક ચમચી ધાણાજીરું પાઉડર

 બે ચમચી લાલ મરચું પાઉડર

 હળદર પા ચમચી

 મીઠું સ્વાદ પ્રમાણે

 ચપટી હિંગ

સજાવટ માટે

 કોપરાનું છીણ

 ઝીણી સમારેલી કોથમીર

રીત

આ લોટમાંથી નાની-નાની ગોળ ઢોકળી વાળી લો. હવે એક મોટી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે અજમો અને હિંગનો વઘાર કરો. એમાં સમારીને ધોઈને ચોખ્ખી કરેલી ગુવાર જોઈતું સરખું પાણી ઉમેરી ચડવા મૂકી દો. ખાવાનો સોડા ઉમેરો. ગુવાર અધકચરી ચડવા આવે એટલે વાળેલી ઢોકળી નાખી ધીમે તાપે એને ખદખદવા દો. ઢોકળી ચડે અને ગુવાર મુલાયમ થઈ જાય એટલે બાકીનો તમામ મસાલો ઉમેરી ફરી પાંચેક મિનિટ સુધી ખદખદાવી ગૅસ પરથી ઉતારી લો. સજાવટ માટે તૈયાર કરેલું કોપરાનું છીણ અને કોથમીર ભભરાવી ગરમાગરમ ફૂલકા સાથે પીરસો.