ગ્વાવા જૂસ

31 October, 2014 05:15 AM IST  | 

ગ્વાવા જૂસ



સામગ્રી


રીત

જામફળને સારી રીતે ધોઈને છાલ સાથે એના ચોરસ ટુકડા કરી લો. હવે એક પૅનમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એમાં જામફળના સમારેલા ટુકડા ઉમેરી દો. એક ઊકળો આવે એટલે ગૅસ બંધ કરી એને ઠંડું પડવા દો. હવે મિક્સરમાં આ બાફેલાં જામફળ પીસી લો. ગળપણ જોઈએ એ પ્રમાણે એમાં સાકર ઉમેરો. જામફળ અને સાકર પિસાઈ જાય એટલે પાણી સહિત એને સૂપની ગળણી વડે ગાળી લો. જૂસ ઘટ્ટ લાગે તો બીજું પાણી ઉમેરી શકાય. હવે એમાં લીંબુનો રસ, મીઠું, સંચળ, મરી અને દળેલું જીરું ઉમેરો. સરખી રીતે મિક્સ કરી દો. હવે એને ફ્રિજમાં ઠંડું થવા દો. તાજો-તાજો ગ્વાવા જૂસ તૈયાર. એકદમ ચિલ્ડ થાય એટલે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરતી વખતે લીંબુની ફાડ સજાવીને સર્વ કરો. સફેદને બદલે લાલ જામફળ લઈને આ જ રીતે એનો પણ જૂસ બનાવી શકાય.