મજેદાર ગ્રીન વટાણા

04 October, 2012 06:22 AM IST  | 

મજેદાર ગ્રીન વટાણા



સામગ્રી


રીત

વટાણાને આખા છાલ સાથે ધોઈ લો. આદું-મરચાં અને લસણની પેસ્ટ બનાવી લો. કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો. એમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરો. ત્યાર બાદ આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. ત્યારે બાદ હળદર અને ધાણા-જીરું ઉમેરી હલાવો. ત્યાર બાદ વટાણાની સિંગ ઉમેરો. એમાં અડધો કપ પાણી ઉમેરી હલાવો. એને ઢાંકીને ધીમા તાપે ૧૦-૧૨ સુધી ચડવા દો. વચ્ચે હલાવતા રહેવું. પાણી બળી જાય એટલે ગૅસ બંધ કરો.

સર્વિંગ બાઉલમાં કાઢી એના પર કોથમીર અને નાળિયેરનું છીણ ભભરાવી સજાવો અને પીરસો. આ વાનગી વિટામિન્સથી ભરપૂર અને સ્વાદિષ્ટ છે. ખાતી વખતે સરગવાની સિંગની જેમ ખાવું. છાલ ન ખાવી.