ફરાળી કબાબ

10 August, 2012 09:04 AM IST  | 

ફરાળી કબાબ

 

 

સામગ્રી

 

ચાર કાચાં કેળાં

 

પા કપ રાજગરાનો લોટ

 

ચાર ચમચી શેકેલી સિંગનો ભૂકો

 

ત્રણ ઝીણાં સમારેલાં લીલા મરચાં

 

એક ચમચી જીરું

 

બે ચમચી ઝીણી સમારેલી કોથમીર

 

અડધી ચમચી કાળા મરીનો ભુક્કો

 

મીઠું સ્વાદ પ્રમાણે

 

તળવા માટે તેલ

 

રીત

કેળાંને બાફીને એનો છૂંદો કરી લો. એક બાઉલમાં આ છૂંદો લઈ એમાં રાજગરાનો લોટ, શેકેલી સિંગનો ભૂકો, લીલાં મરચાં, કોથમીર, જીરું, કાળા મરીનો પાઉડર તેમ જ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ લોટના એકસરખા દસ ભાગ કરો. હથેળી પર થોડું તેલ લગાવી તૈયાર કરેલું મિશ્રણ લો અને એને લંબગોળ આકાર આપો. આ રીતે બધા જ કબાબ તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરી ધીમા તાપે આ ફરાળી કબાબને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. એક સર્વિંગ-પ્લેટમાં કાઢી લીલી ચટણી સાથે સર્વ કરો.