આજની રેસિપી

04 August, 2026 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરે જ સરળ રીતે સ્વાદિષ્ટ બદામનો હલવો બનાવવાની રેસિપી. બદામ, દૂધ, ઘી, કેસર અને એલચીની સુગંધથી ભરપૂર આ મીઠાઈ ખાસ પ્રસંગો માટે એકદમ પરફેક્ટ છે.

બદામનો શીરો

સામગ્રી : બે કપ બદામ, બે કપ દૂધ + એક કપ દૂધ, એક કપ ઘી, સાકર દોઢથી બે કપ, એલચી પાઉડર, કેસર (દૂધમાં પાલળેલું), બદામની કતરણ
રીત : બદામને આખી રાત પાણીમાં પલાળીને રાખવી. સવારે ગરમ પાણી કરીને એમાં પલાળી રાખવી જેથી છાલ તરત જ નીકળી જાય. છાલ કાઢીને મિક્સરમાં દૂધ અને બદામને ક્રશ કરી લેવી. એક કડાઈમાં ઘી લઈ બદામની પેસ્ટ નાખીને ધીમે તાપે હલાવતા રહેવું. થોડી સુગંધ આવે એટલે સાકર નાખવી. સાકર ઓગળે અને થોડું જાડું થાય એટલે કેસરવાળું દૂધ, એલચી પાઉડર અને એક કપ એક્સ્ટ્રા દૂધ નાખીને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું. એને બદામની કતરણથી ગાર્નિશ કરવું.

lifestyle news life and style food and drink food news indian food