દિવાળી સ્પેશ્યલ રેસિપી

09 November, 2012 05:44 AM IST  | 

દિવાળી સ્પેશ્યલ રેસિપી



મસાલા બાર સ્ટ્રિપ

સામગ્રી


સ્ટફિંગ માટે


રીત

સ્ટફિંગ બનાવવા માટે મસૂરની તેમ જ મગની દાળને ધોઈને અલગ-અલગ અડધો કલાક પલાળો. ત્યાર બાદ નિતારીને અધકચરી વાટી લો. વટાણાને પણ અધકચરા વાટી લો. એક પૅનમાં તેલ ગરમ કરી વટાણા અને બન્ને દાળ, આદું-મરચાંની પેસ્ટ અને બધો મસાલો ઉમેરી હલાવો. મિશ્રણ એકદમ કોરું રહેવું જોઈએ.

હવે બધા લોટને ચાળીને એમાં તેલ તેમ જ મીઠું મિક્સ કરો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલું સ્ટફિંગ મિક્સ કરો. જરૂર પ્રમાણે પાણી લઈને કડક લોટ બાંધો. ત્યાર બાદ એના મોટા લૂઆ કરીને મોટી રોટલી વણો. એની પોણી ઇંચની પટ્ટીઓ કાપી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી આ સ્ટ્રિપ્સને કડક તળી લો. ત્યાર બાદ પ્લેટમાં કાઢી ચાટ મસાલો ભભરાવો. એને ઍર-ટાઇટ ડબ્બામાં ભરી લો.

મોગલાઈ ખસખસી ખાજા

સામગ્રી


સ્ટફિંગ માટે


રીત

ખાજાના બહારના લેયર માટે બધા લોટ મિક્સ કરી એમાં આદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને ખસખસ સિવાયની બધી જ સામગ્રી મિક્સ કરી દહીંથી લોટ બાંધો. એને અડધો કલાક રહેવા દો.

સ્ટફિંગ બનાવવા માટે એક પૅનમાં તેલ, સિંગદાણા, દાળિયાની દાળ શેકી લો. ત્યાર બાદ એનો કરકરો ભૂકો કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં હિંગનો વઘાર કરી સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી ઉમેરો. એમાં સિંગ, દાળિયા અને તલનો ભૂકો ઉમેરીને બરાબર હલાવી લો. એને ગૅસ પરથી ઉતારીને એમાં  ઝીણી સેવ ઉમેરો.

હવે બાંધેલા લોટમાંથી લૂઆ બનાવો. એને પૂરી જેવું વણી એમાં સ્ટફિંગ ભરી ઉપરથી બીજી પૂરી મૂકી કિનારીઓ ભીની કરી ચોંટાડી દો. ઉપરના ભાગ પર પાણીવાળા હાથે ખસખસ લગાવી હળવા હાથે થોડું વણી લો. આ રીતે બધા જ ખાજા તૈયાર કરીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ઠંડા થાય એટલે ઍર-ટાઇટ કન્ટેનરમાં ભરી લો.

કૅશ્યુ મૅજિક વ્હીલ

સામગ્રી


રીત

એક પૅનમાં સાકર અને પાણી મિક્સ કરો. એની ચાસણી બનાવી એમાં કાજુનો પાઉડર મિક્સ કરો. આ મિશ્રણના બે ભાગ કરો. એક ભાગ સફેદ રાખો અને બીજા ભાગમાં પીળો રંગ ઉમેરી એને સેવ પાડવાના સંચામાં ભરો.

સફેદ પૂરણને કાજુ-કતરીની જેમ વણી લો. ત્યાર બાદ એને ગોળ શેપમાં કાપી લો. પીળા મિશ્રણમાંથી સફેદ મિશ્રણ પર જાડી સેવ પાડો. સેવ પાડ્યા બાદ હવે એની વચ્ચે થોડો ખાડો કરો. આ ખાડામાં પેઠાનું ખમણ અથવા ગુલકંદ ભરો. બધા જ વ્હીલ આ રીતે તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં ગોઠવીને સર્વ કરો.

દાલ ચકરી

સામગ્રી



રીત

અડદ અને મગની દાળને પૂરતા પાણીમાં બાફી લો. મેંદાને કૉટનના એક કપડામાં બાંધીને બાફી લો. મેંદો બફાઈ જાય એટલે એને ચાળી લો. અડદ અને મગની દાળને મિક્સરમાં વાટી લો. મેંદામાં દાળ મિક્સ કરો. એમાં બધા જ મસાલા ઉમેરી ચકરી માટે લોટ બાંધો. એને ચકરી બનાવવાના સંચામાં ભરી ચકરી પાડો. એક કડાઈમાં તેલ ગરમ કરી ચકરી તળી લો. ત્યાર બાદ પ્લેટમાં કાઢી ગરમ હોય ત્યારે જ સુવાની ભાજી અને ચાટ મસાલો ભભરાવો.

(સુવાની ભાજીને હાથેથી છૂટી પાડીને તેલમાં કડક તળી લેવી. ત્યાર બાદ પેપર પર કાઢી એમાં ચાટ મસાલો ભેળવી હાથેથી ચૂરો કરવો.)

(આ ચકરીમાં મોણની જરૂર નહીં પડે)

બેક્ડ કસાટા

સામગ્રી


માવાના લેયર માટે


અન્ય સામગ્રી


રીત

ખજૂરનું લેયર તૈયાર કરવા માટે ખજૂરના ઠળિયા કાઢીને ખજૂરને દૂધમાં પલાળી રાખો. બદામ અને ખજૂરની જુદી-જુદી પેસ્ટ તૈયાર કરો. એક પૅનમાં ઘી ગરમ કરી પહેલાં ખજૂરની પેસ્ટ શેકો. ત્યાર બાદ એમાં બદામની પેસ્ટ ઉમેરી બાકીની સામગ્રી ઉમેરો. મિશ્રણને ઘટ્ટ કરીને અલગ રાખો.

૨) માવાનું લેયર બનાવવા માટે માવાને બરાબર મસળી એમાં પિસ્તા, એલચી કાજુ અને બદામનો ભૂકો તેમ જ પીળો કલર ઉમેરી મિક્સ કરી લો.

હવે કન્ડેન્સ્ડ મિલ્કમાં દૂધ મિક્સ કરી અલગ રાખો. એક કેકના ટિનમાં બટર લગાવી એના પર બિસ્કિટનો ભૂકો પાથરો. પછી એના પર માવાના મિશ્રણનું લેયર કરો. એના પર અખરોટના ટુકડા પાથરો. હવે એના પર બદામ-ખજૂરવાળું તૈયાર કરેલું લેયર પાથરો. એના પર સિલોનીઝ ખમણનું લેયર કરવું. હવે એના પર કન્ડેન્સ્ડ મિલ્કનું મિશ્રણ પાથરી દો. એના પર ખમણેલી ચૉકલેટ ભભરાવો. ત્યાર બાદ કાજુ-બદામ, કિસમિસ અને ટૂટી-ફૂટી ભભરાવો. હવે પ્રી હીટ કરેલા અવનમાં ૧૬૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૧૫-૨૦ મિનિટ માટે એને બેક કરો. ઠંડું થયા બાદ એના ટુકડા કરી લો.

(કુકરમાં બનાવવા માટે કુકરની જાળી પર ટિન મૂકી એના પર થાળીને ઊંધી મૂકી ધીમા તાપે ૧૫-૨૦ મિનિટ માટે બેક કરવું)



શાહી ડિઝાઇનર મીઠાઈ


સામગ્રી

બેઝ માટે

 એક કપ કાજુ અથવા બદામનો પાઉડર


 બજારમાં મળતી કેક માટેની


રીત

સૌથી પહેલા એક પૅનમાં સાકર અને પાણી મિક્સ કરી ચીકણી ચાસણી તૈયાર કરો. એમાં ઘી ઉમેરી કાજુ અથવા બદામનો પાઉડર મિક્સ કરી બેઝ બનાવી અલગ રાખો.

ટ્રાન્સફર શીટ પર વાઇટ ચૉકલેટ લગાવી એને ફ્રિજમાં સેટ કરવા મૂકો. સેટ થઈ જાય એટલે ડિઝાઇનર શીટને ફ્રિજમાંથી બહાર કાઢી એમાંથી ચૉકલેટ છૂટી પાડી લો. ફ્લેવરના પાઉડરને તૈયાર કરેલા બેઝના મિશ્રણ સાથ મિક્સ કરો. એનો ગોળો બનાવી કાજુ-કતરીની જેમ વણી લો. એના પર ઓગાળેલી વાઇટ ચૉકલેટનું પાતળું લેયર કરો. છેલ્લે એના પર ડિઝાઇનર શીટ ગોઠવી થોડું દબાવો અને મનગમતા શેપમાં કાપી લો.

(નોંધ : ચમચી = ટી-સ્પુન, ચમચો = ટેબલ-સ્પુન)