દાલ પિન્ની

14 September, 2012 07:14 AM IST  | 

દાલ પિન્ની




સામગ્રી


રીત

પલાળેલી દાળને મિક્સરમાં બ્લેન્ડ કરી સ્મૂધ પેસ્ટ બનાવો અને અલગ રાખો. એક કડાઈમાં બે ચમચા ઘી ગરમ કરી એમાં ગુંદરને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય એટલે બહાર કાઢી ભૂકો કરી લો. મખાનાને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે બીજી એક પૅનમાં બાકીનું ઘી ગરમ કરો. એમાં અડદની દાળની પેસ્ટને સાંતળો. દાળ બરાબર શેકાઈ જાય એટલે માવો ઉમેરો અને ફરી સાંતળો. મિશ્રણ થોડું બ્રાઉન કલરનું અને એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.

હવે એમાં સાકર ઉમેરીને હલાવો. ત્યાર બાદ જાયફળનો પાઉડર, બદામ, પિસ્તા અને કાજુનો પાઉડર તથા મગજતરીનાં બી ઉમેરીને હલાવો. હવે કડાઈમાં ઘી છૂટવા લાગે એટલે ગૅસ બંધ કરો અને મિશ્રણને થોડું ઠંડું કરો. ત્યાર બાદ હાથમાં થોડું ઘી લગાવી મિશ્રણમાંથી ગોળાકાર ચપટી પિન્ની બનાવો. એના પર બદામ અને પિસ્તાની કતરી લગાવીને સજાવો અને સર્વ કરો.