ક્રિસ્પી બ્રેડ કપ્સ

17 December, 2012 05:49 AM IST  | 

ક્રિસ્પી બ્રેડ કપ્સ



સામગ્રી



રીત

ટોસ્ટના કપ બનાવવા માટે બ્રેડની સ્લાઇસની કિનારીઓને કાપી લો. ત્યાર બાદ બ્રેડની સ્લાઇસ પર એક મલમલનું કાપડ વીંટાળી એને પાંચથી સાત મિનિટ માટે કુકરમાં બાફી લો. એક કપ-કેકની ટ્રેમાં બટર લગાવો. બાફેલી બ્રેડની દરેક સ્લાઇસને કપ-કેકનાં મોલ્ડમાં રાખી પ્રેસ કરો. જેથી એને કપ જેવો શેપ મળે. ત્યાર બાદ બ્રેડ પર થોડું બટર લગાવવું. પ્રી હીટેડ અવનમાં બ્રેડના કપ્સને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૧૦ મિનિટ સુધી અથવા કડક થાય ત્યાં સુધી બૅક કરો. બહાર કાઢી અલગ રાખો.

દૂધમાં કૉર્નફ્લોર ઉમેરી ઓગાળી લો અને અલગ રાખો. સ્ટફિંગ બનાવવા માટે એક નૉન સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો. એમાં કાંદાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ એમાં કૅપ્સિકમ અને લીલાં મરચાં ઉમેરી એક મિનિટ સાંતળો. ત્યાર બાદ મકાઈના દાણા ઉમેરો. ત્યાર બાદ કૉર્નફ્લોરની પેસ્ટ અને મીઠું ઉમેરી હલાવો. મિશ્રણ જાડું થાય એટલે ગૅસ પરથી ઉતારી અલગ રાખો.

ક્રિસ્પી કપ્સ બનાવવા માટે બ્રેડના તૈયાર કરેલા કપમાં એકથી દોઢ ચમચી જેટલું તૈયાર કરેલું મિશ્રણ ભરો. ઉપરથી ચીઝ ભભરાવી પ્રી હીટેડ અવનમાં ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બૅક કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી નાસ્તા તરીકે ગરમ પીરસો.