ક્રીમી પાસ્તા

17 October, 2011 08:20 PM IST  | 

ક્રીમી પાસ્તા

 

- મીતા ભરવાડા

સામગ્રી :-


રીત :-

સૌપ્રથમ એક પૅનમાં થોડું પાણી લઈ એમાં થોડું મીઠું નાખી ઉકાળો. પાણી ઊકળે એટલે એમાં પાસ્તા નાખી બૉઇલ કરો. નરમ થાય એટલે ચાળણીમાં કાઢી ઠંડા કરો. એમાં એક ચમચી ઑલિવ-ઑઇલ મિક્સ કરી અલગ રાખો. હવે બીજી એક પૅનમાં એક ચમચી ઑલિવ-ઑઇલ ગરમ કરી સમારેલા કાંદાને સાંતળો. એ બ્રાઉન થાય એટલે એને તેલમાંથી કાઢી લો. હવે એ જ તેલમાં સમારેલા મશરૂમ, મીઠું અને મરી-પાઉડર નાખી સાંતળો. એને પણ કાઢી અલગ રાખો. હવે એ જ પૅનમાં થોડું ઑલિવ-ઑઇલ ગરમ કરી એમાં વાટેલું લસણ અને સમારેલાં લીલાં મરચાં સાંતળો. એમાં પાસ્તા નાખી ક્રીમ ઉમેરી હલાવો. હવે ઝીણા સમારેલા હબ્ર્સ, પેપરીકા-પાઉડર, કાંદા, મશરૂમ, મીઠું અને મરી નાખી મિક્સ કરો. બે મિનિટ એને ચડવા દો અને ગરમ-ગરમ પીરસો.