ક્રીમી-હર્બ પાસ્તા

10 December, 2012 09:37 AM IST  | 

ક્રીમી-હર્બ પાસ્તા




સામગ્રી


ત્રણ કપ બાફેલા પાસ્તા

ત્રણ કળી બારીક સમારેલું લસણ

બે લીલાં મરચાં બારીક સમારેલાં

સવા કપ પનીરના ટુકડા

અડધો કપ દૂધ

એક કપ બારીક સમારેલી પાર્સલી અથવા કોથમીર

અડધો કપ બારીક સમારેલાં બેઝિલનાં પત્તાં

બે ચમચા ફ્રેશ ક્રીમ

એક ચમચો બટર

મીઠું સ્વાદ પ્રમાણે

રીત


એક પૅનમાં બટર ગરમ કરો. ગરમ થાય એટલે લસણ અને લીલા મરચાં ઉમેરી સાંતળો. ત્યાર બાદ પનીરના ટુકડા ઉમેરી ૪-૫ મિનિટ માટે સાંતળો. હવે પાર્સલી, બેઝિલનાં પત્તાં, ફ્રેશ ક્રીમ અને દૂધ ઉમેરો. બરાબર હલાવી એમાં રાંધેલા પાસ્તા ઉમેરી સાંતળો. મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ૨-૩ મિનિટ સુધી હલાવો. પાસ્તા ગ્રેવી સાથે બરાબર મિક્સ થાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી તરત સર્વ કરો.