ચૉકલેટ મૂસ

28 September, 2012 06:27 AM IST  | 

ચૉકલેટ મૂસ




સામગ્રી


રીત

ચાયના ગ્રાસને પોણો કપ પાણીમાં એક કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ એને એક કડાઈમાં ટ્રાન્સફર કરી ગરમ કરો. પીગળી જાય એટલે બાજુ પર રાખી દો.  એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો. એમાં સાકર, કોકો પાઉડર અને ડાર્ક ચૉકલેટ ઉમેરીને હલાવો. અડધો કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરીને હલાવો અને એને ગરમ કરો. આ મિશ્રણ ઊકળે એટલે એમાં કોકો પાઉડરવાળું દૂધ ઉમેરીને બરાબર હલાવો. એને બે મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણમાં ચાયના ગ્રાસ ઉમેરીને હલાવો અને ફરી ઉકાળો. ત્યાર બાદ આ મિશ્રણને ગૅસ પરથી ઉતારીને ગાળી લો અને થોડું ઠંડું થાય ત્યાં સુધી સતત હલાવો. એક બાઉલમાં ફ્રેશ ક્રીમ અને દળેલી સાકર લઈને ખૂબ ફીણો. એમાં વૅનિલા એસેન્સ ઉમેરીને બરાબર મિક્સ કરો. ક્રીમને કોકોવાળા તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરીને હલાવો અને સેટ થવા દો. સેટ થઈ જાય એટલે નાના સર્વિંગ ગ્લાસમાં મૂકી ક્રીમ અને ચૉકલેટથી સજાવીને ઠંડું સર્વ કરો.