ચિલી ચના

04 December, 2012 07:56 AM IST  | 

ચિલી ચના




સામગ્રી

૩૦૦ ગ્રામ બાફેલા કાબુલી ચણા

બે ચમચા તેલ

એક ચમચો બારીક સમારેલું આદું

૪-૫ કળી લસણ ઝીણું સમારેલું

ïએક મધ્યમ કદનો કાંદો ઝીણો સમારેલો

 બે લીલાં મરચાં ઝીણાં સમારેલાં

બે કૅપ્સિકમ લાંબું સમારેલાં

અડધી ચમચી લાલ મરચું

એક ચમચી લાલ મરચાંની પેસ્ટ

એક ચમચી સોય સૉસ

મીઠું સ્વાદ પ્રમાણે

રીત

એક નૉન સ્ટિક પૅનમાં તેલ ગરમ કરો. એમાં આદું અને લસણ ઉમેરી બે મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ એમાં કાંદા, લીલા મરચાં અને કૅપ્સિકમ ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ લાલ મરચાં પાઉડર અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરી ફરી સાંતળો. બરાબર સંતળાઈ જાય એટલે પા કપ પાણી અને સોય સૉસ ઉમેરો. બરાબર હલાવો. મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે આ મિશ્રણમાં બાફેલા કાબુલી ચણા ઉમેરી બરાબર મિક્સ કરો. ૪-૫ મિનિટ સુધી સાંતળો. ગરમ સર્વ કરો.