06 September, 2023 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સેલિબ્રિટી શેફ વિકી રત્નાનીની સ્વાદિષ્ટ મિલેટ ચાટ રેસીપી
સેલિબ્રિટી શેફ વિકી રત્નાનીએ બાજરામાંથી આરોગ્યપ્રદ વાનગી બનાવી હતી. આ સ્વાદિષ્ટ મિલેટ ચાટ રેસીપી ખાસ એટલા માટે વખાણવા લાયક છે કારણકે તે ગોદરેજ યુમ્મીઝની મિલેટ પૅટીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત આ વાનગી નેશનલ ન્યૂટ્રિશનલ સપ્તાહની ઉજવણીનો જ ભાગ છે.
સેલિબ્રિટી શેફ વિકી રત્નાનીએ આ વાનગીની રેસીપી અહીં શૅર કરી હતી.
આ વાનગી લીલી ચટણી બનાવવી જરૂરી છે એ માટે મુઠ્ઠીભર ધાણાં, થોડા તાજા ફુદીનાના પાન, 2 નંગ લીલા મરચા, ½ ઇંચ આદુ, લસણ, 3-4 લવિંગ, એક ચમચી લીંબુનો રસ, ચપટી મીઠું અને ખાંડ તો 1-2 નંગ બરફના ટુકડા જોઈશે. આ રેસીપીમાં તો ચાટનું પણ ખૂબ મહત્વ છે તો ચાટ બનાવવા માટે 5-6 જેટલી ગોદરેજ યુમ્મીઝ મિલેટ પેટીસ, 200 ગ્રામ ચેરી ટમેટાં, 150 ગ્રામ આખી ડુંગળી, ધાણા, તાજો ફુદીનો લેવો. આ સાથે જ 1 નંગ લીંબુ, એક વાટકી દહીં, 1 ચમચી ખાંડ પણ જોઈશે. તે ઉપરાંત સ્વાદ અનુસાર મીઠું તો ¼ ટીસ્પૂન લાલ મરચું પાવડર અને ½ ટીસ્પૂન ચાટ મસાલો જોઈશે. અને તળવા માટે તેલ લઈ લેવું.
આપણે સમગ્રીઓ તો ભેગી કરી લીધી તો ચાલો હવે આ વાનગી બનાવવાની રીત પણ જાણી જ લઈએ.
સૌ પ્રથમ ગરમ તેલમાં ફ્રોઝન ગોદરેજ યુમ્મીઝ બાજરીની પેટીસને પાન-ફ્રાય કરવી. એકવાર તે સરસ ક્રિસ્પી થઈ જાય પછી કાગળના ટુવાલ પર સુકવવા દો અને પછી કાપી લો. આટલું થાય એટલે ક્રિસ્પ ફિનિશિંગ માટે બાજરીના પેટી ક્વાર્ટર્સને ફરી એકવાર ફ્રાય કરો. એક બાઉલમાં દહીં અને ચપટી ખાંડ નાંખો અને સ્મૂધ થઈ જાય પછી બાજુ પર મૂકી દો. એકબાજુ ચેરી ટામેટાંને સમારીને બાજુ પર રાખો. આખી ડુંગળીને સમારીને તૈયાર કરો. આ સાથે જ ગાર્નિશિંગ માતે સરસ તાજી કોથમીર અને ફુદીનો કાપી રાખો. તમારે જેટલું મસાલેદાર જોઈતું હોય તે પ્રમાણે ધાણા, ફુદીનાના તાજા પાન, 2 લીલા મરચાં, ½ ઇંચ તાજુ આદુ અને લસણના 3-4 લવિંગને બ્લેન્ડ કરો. અને હા, લીલો રંગ જાળવી રાખવા માટે આઇસ ક્યુબમાં મૂકો. એક ચપટી મીઠું અને ખાંડ અને ઝીંગ માટે લીંબુનો નીચોવો. એક બાઉલમાં સમારેલા ચેરી ટામેટાં, ડુંગળી, તાજી કોથમીર અને ફુદીનો અને કેટલાક દાડમના દાણા વગેરે ભેગા કરો. હવે તેમાં ગોદરેજ યમ્મીઝ મિલેટ પૅટીના ક્રિસ્પી ટુકડા ઉમેરો અને ભેગા કરવા માટે ટૉસ કરો. છેલ્લે મીઠા દહીં સાથે ઉપર લીલી ચટણી અને થોડી તૈયાર આમલી ખજૂરની ચટણી ઉમેરો. લાલ મરચું પાવડર, ચાટ મસાલા સાથે સર્વ કરો.
ફૂડ સેફ્ટ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા તાજેતરમાં જ ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી G20 (Ahmedabad G20 Meet) ઈન્ડિયા હેલ્થ મિનિસ્ટર્સ મીટની બાજુમાં ‘ઈટ રાઈટ મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં યુમ્મીઝ મિલેટ પૅટીને લૉન્ચ કરવામાં આવી હતી. ગોદરેજ યુમ્મીઝે એક નવા જ પ્રકારના નાસ્તા તરીકે મિલેટ પૅટી તૈયાર કરી છે. આ નાસ્તાના વિકલ્પ તરીકે પણ બેસ્ટ ઓપ્શન છે. આ પૅટી જુવાર અને બાજરી જેવા મિલેટમાંથી તૈયાર કરવામાં આવી છે. આ બંને પ્રકારના અનાજ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે.
Godrej Yummiez Millet Patty આ એક અલગ જ પ્રકારનો સ્વાદિષ્ટ નાસ્તો (Indian Food) છે. સાથે જ તે ક્રિસ્પી પણ લાગે છે. આ મિલેટ પૅટીને ઇંડિવિઝ્યુઅલ ક્વિક ફ્રીઝ (IQF) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. જેને કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કર્યા વિના તાજી રાખી શકાય છે.
વિવિધ પ્રકારના મરી-મસાલાઓના તીખારા સાથે આ પૅટી લોકોને ખૂબ જ પસંદ પડી શકે છે. માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પણ આ નાસ્તામાં ફાઇબર અને બાજરી-જુવાર જેવા મિલેટ (Millet)ના વિટામિન્સ પણ રહેલા છે. જેને કારણે આ પેટીસ નાસ્તો માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્યપ્રદ પણ બની રહે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારે અમદાવાદ G20 (Ahmedabad G20 Meet)માં મિલેટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વાનગી તેના ઉજવણીનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોઈ શકે છે. ગોદરેજ યુમ્મીઝ દ્વારા આપણા આહાર માટે જરૂરી એવા અનાજ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે જ આ બાજરીની પૅટી તૈયાર કરવામાં આવી છે.