કૅબેજ પીત્ઝા

11 December, 2012 09:16 AM IST  | 

કૅબેજ પીત્ઝા




સામગ્રી


બે પીત્ઝાના બેઝ

વાઇટ સૉસ માટે બે ચમચા ઑલિવ ઑઇલ

દોઢ ચમચો મેંદો

પા કપ દૂધ

મીઠું સ્વાદ પ્રમાણે

અડધી ચમચી મરીનો ભૂકો ટૉપિંગ માટે

ત્રણ કપ પાતળી સમારેલી કોબી

અડધો કપ લાલ કૅપ્સિકમની પાતળી સ્લાઇસ

બે ચમચા બારીક સમારેલી કોથમીર

બે ચમચી બારીક સમારેલાં લીલાં મરચાં

રીત


વાઇટ સૉસ બનાવવા માટે એક પૅનમાં ઑલિવ ઑઇલને ગરમ કરો. ગરમ થાય એટલે એમાં મેંદાના લોટને થોડો સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ત્યાર બાદ હળવેથી એમાં દૂધ મિક્સ કરો અને સતત હલાવતા રહો. મિશ્રણ જાડું અને સ્મૂધ થાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ એમાં મીઠું અને મરી ઉમેરી હલાવો. ગૅસ પરથી ઉતારી અલગ રાખો.

ટૉપિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં કોબી, કૅપ્સિકમ, કોથમીર અને લીલાં મરચાંને મિક્સ કરો. એમાં તૈયાર કરેલો વાઇટ સૉસ ઉમેરી મિક્સ કરો અને અલગ રાખો.

પીત્ઝાના બેઝ પર એક-એક ચમચી ઑલિવ ઑઇલ લગાવો. ત્યાર બાદ એના પર કોબીનું મિશ્રણ પાથરો. પીત્ઝાને માઇક્રોવેવમાં હાઇ ટેમ્પરેચર પર ૫ાંચથી સાત મિનિટ માટે કૂક કરો. બન્ને પીત્ઝા આ રીતે તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં કાઢો, ટુકડા કરી ચિલી સૉસ સાથે પીરસો.