બ્રેડ-પટેટો રોલ

06 November, 2012 08:05 AM IST  | 

બ્રેડ-પટેટો રોલ



સામગ્રી


રીત


એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં જીરું ઉમેરો ત્યાર બાદ વટાણા ઉમેરી સાંતળો. લીલાં મરચાં અને આદું ઉમેરી બે મિનિટ સાંતળો. બટેટા ઉમેરી હલાવો. લાલ મરચાંનો પાઉડર, મીઠું, આમચૂર પાઉડર અને કોથમીર ઉમેરી હલાવો. એક મિનીટ માટે સાંતળો. ગૅસ પરથી નીચે ઉતારી અલગ રાખો.

બ્રેડની સ્લાઇસની કિનારીઓ કાપી એને બે ટુકડામાં કાપો. હવે એક ટુકડો લઈ એમાં પાણીમાં ડુબાડી ભીનો કરી લો. એને હથેળી પર લઈ દબાવીને પાણી નિતારી લો. બ્રેડનો ટુકડો લઈ એમાં તૈયાર કરેલું બટેટાનું મિશ્રણ ભરો અને લંબગોળ શેપમાં રોલ બનાવો. બન્ને બાજુથી દબાવીને સીલ કરી લો. આ રીતે બધા જ રોલ તૈયાર કરી અને પાંચ મિનિટ રહેવા દો.

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. એમાં રોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. એક પેપર કાઢો જેથી વધારાનું તેલ ઍબ્સોર્બ થઈ જાય.

સર્વિંગ પ્લેટમાં કાઢી સૉસ અથવા ખજૂર-આમલીની ચટણી સાથે ગરમ પીરસો.