બિસ્કિટ પકોડા

01 November, 2012 05:49 AM IST  | 

બિસ્કિટ પકોડા




સામગ્રી


ખીરા માટે


સજાવટ માટે



રીત

ખીરું બનાવવા માટે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. એમાં મકાઈના ક્રશ કરેલા દાણા, મીઠું, હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરીને હલાવો. એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને થોડું જાડું ખીરું તૈયાર કરો અને અલગ રાખો.

હવે એક-એક વાટકીમાં ચટણી અને ટૉમેટો કેચ-અપ મિક્સ કરી લો. એક મોનેકો બિસ્કિટ લઈ એના પર તૈયાર કરેલું ચટણી અને કેચ-અપનું મિશ્રણ લગાવો. એના પર ટમેટાની એક સ્લાઇસ મૂકો. એના પર ફરી એક બિસ્કિટ મૂકો અને ચટણી કેચ-અપવાળું મિશ્રણ લગાવો. એના પર કાકડીની સ્લાઇસ મૂકી ફરી બિસ્કિટ મૂકો. આ રીતે ત્રણ લેયરની બિસ્કિટની સૅન્ડવિચ બનશે. આ રીતે ચારે સૅન્ડવિચ રેડી કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે તૈયાર કરેલી સૅન્ડવિચને ખીરામાં ડુબાડી, બધી બાજુથી કવર કરી તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. બધા પકોડા તળીને સર્વિંગ પ્લેટમાં કાઢો. એને વચ્ચેથી ઊભા કાપીને બે ભાગ કરો. એના પર ચાટ-મસાલો ભભરાવો. પછી ખમણેલું ચીઝ ભભરાવી ગરમ-ગરમ સર્વ કરો.