કાચાં કેળાંનાં મૂઠિયાં

17 September, 2012 09:44 AM IST  | 

કાચાં કેળાંનાં મૂઠિયાં




સામગ્રી

૬ કાચાં કેળાં

બે ચમચી ગરમ મસાલો

બે ચમચી સાકર

અડધી ચમચી આમચૂર પાઉડર

અડધી ચમચી લાલ મરચું

અડધી ચમચી હળદર

ચપટી હિંગ

મીઠું સ્વાદ પ્રમાણે

તળવા માટે ચમચી તેલ

રીત

કાચાં કેળાંને બાફી લો. ઠંડાં થાય એટલે છાલ ઉતારી મેશ કરો. એમાં ગરમ મસાલો, સાકર, આમચૂર પાઉડર, લાલ મરચું, હળદર, હિંગ તેમ જ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને એનાં નાનાં-નાનાં મૂઠિયાં વાળી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલાં મૂઠિયાંને તેલમાં કડક થાય ત્યાં સુધી તળો. કોપરાની ચટણી અથવા જૈન ટૉમેટો સૉસ સાથે એને સર્વ કરો.

આ રેસિપી વાચક જસ્મિન છેડાએ મોકલાવી છે.