બનાના ડિલાઇટ

21 November, 2012 06:46 AM IST  | 

બનાના ડિલાઇટ




સામગ્રી


રીત

કેળાંની છાલ કાઢી એની પાતળી સ્લાઇસ કરી લો. હવે એક નૉનસ્ટિક પૅનમાં બટર ગરમ કરો. બટર ઓગળે એટલે એમાં કેળાંની સ્લાઇસ ઉમેરો અને સાંતળો.

સ્પન્જ કેકને વચ્ચેથી કાપી સ્લાઇસ કરો અને અલગ રાખો.

એક બાઉલમાં ચીકીને ક્રશ કરી લો. એમાં કિસમિસ ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણને કેળાંમાં ઉમેરી હલકા હાથે મિક્સ કરો. હવે આમાં ટુટીફ્રૂટી ઉમેરી હલાવો અને ગૅસ પરથી ઉતારી લો. ત્યાર બાદ મધ ઉમેરી મિક્સ કરો.

એક પ્લેટમાં એક સ્પન્જ કેક મૂકો. હવે એના પર કેળાંનું મિશ્રણ પાથરો. ઉપરથી આઇસિંગ શુગર અને કોકો પાઉડર ભભરાવો. બીજી કેકની સ્લાઇસને પણ આ જ રીતે તૈયાર કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી પીરસો.