શું તમે પણ લૉકડાઉનમાં વધારે ખાવાનું ખાવ છો?

13 May, 2020 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું તમે પણ લૉકડાઉનમાં વધારે ખાવાનું ખાવ છો?

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે ઘરમાં જ લૉક થઇ ગયેલા લોકોએ કુકિંગ સ્કિલ પર પોતાના હાથ અજમાવાનું શરૂ કર્યું છે. સોશ્યલ મિડિયા પર દર દસમાંથી આઠ લોકોની સ્ટોરી કોઈકને કોઈ નવી અથવા જુની રેસિપીની હોય છે. લોકોનું કહેવું છે કે લૉકડાઉનમાં ઘરે રહીને ખાવાનું વધારે ખવાય છે.

વસઈમાં રહેતી 21 વર્ષીય પીઆર પ્રોફેશનલ સિમરન ચેટ્ટીઅરે કહ્યું હતું કે, લૉકડાઉનને લીધે જમવાનું આખુ રૂટિન બદલાઈ ગયું છે. ઊંધવા-ઊઠવાનું પણ રૂટીન બદલાઈ ગયું છે. એટલે સ્વાભિક છે કે જમાવનું રૂટિન બદલાઈ ગયું છે. હું દરરોજ સવારે ત્રણ વાગ્યા સુધી જાગતી હોવ છું. એટલે ત્યાં સુધી મોઢું પણ ચાલુ જ હોય છે. બે વાર જમવાનું અને બે વાર નાસ્તા સિવાય પણ દર એક એક કલાકે સુકો નાસ્તો ચેવડો, ચકરી, વેફર ખાવાનું ચાલુ જ હોય છે.

સિમરન ચેટ્ટીઅર

વૉકહાર્ટ હૉસ્પિટલના હેડ ડાઈટીશિયન અને ન્યુટ્રીશન અમરીન શેખે કહ્યું હતું કે, તણાવ ભરેલું જીવન અને કંટાળાજનક શેડયુલ આપણને વધુ ખોરાક ખાવા માટે પ્રેરિત કરે છે. જ્યારે પુણેના ન્યુટ્રીશનિસ્ટ અને એક્સરસાઈઝ સાઈકોલોજીસ્ટ મૈત્રેઈ બોકીલે કહ્યું હતું કે, આપણું મગજ ઈમોશનલ ઈટિંગ પર પણ આધારિત હોય છે. મગજ કેટલાજ ન્યુરો-ટ્રાન્સમિટર્સ પર કાર્ય કરતું હોય છે. જ્યારે આપણે એક્સરસાઈઝ કરીએ ત્યારે એન્ડ્રોફિન નામનું કૅમિકલ રિલીઝ થાય છે, જેને લીધે આપણને સારું લાગે છે. એટલે ફરી એક્સરસાઈઝ કરવા લાગીએ છીએ. તેને હાયર એક્સરસાઈઝીંગ કહેવાય છે. એ જ રીતે ડોપામાઈન નાનમું ન્યુરો-ટ્રાન્સમિટર ત્યારે રિલીઝ થાય છે ત્યારે આપણે એવું કંઈ કરીએ છીએ જે કમ્ફર્ટ આપે કે ખુશ કરે. જ્યારે તમે કંટાળી ગયા હોય, તાણમાં હોવ, ગુસ્સામાં હોવ કે પછી ડોપામાઈન લેવલ હોય ત્યારે જો કોઈ ખાદ્યપદાર્થ તમને ખુશ કરે ત્યારે તમે ફરી એ ખાદ્યપદાર્થ તરફ વળો છો. એને ક્રેવિંગ સાથે કોઈ જ લેવાદેવા નથી. તમે એ જ ખાવ છો જે તમે ખાવ છો અને તે ડોપામાઈન હાય કરે છે. યોગ્ય ક્રંચ, સ્વાદ અને સંયોજન વાળો આહાર ડોપામાઈનનું ઉચ્ચ સ્તર મુક્ત કરે છે. ઉપરાંત એવું કહેવાય છે કે, ઘરે રહીએ ત્યારે ક્રેવિંગ વધારે જ થાય છે.

અમરીન શેખ અને મૈત્રેઈ બોકીલ

યોગા ટીચર અને મેડિટેશન પ્રેક્ટિશનર બ્લેસી ચેટ્ટીઅરે કહ્યું હતું કે, મેડિટેશન ઈમોશનલ ઈટિંગને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે. તમે જે ખાવ છો તેના પર ધ્યાન આપશો તો તમે જાતે જ ખાવા પર નિયંત્રણ મુકી શકશો. એટલે જ્યાં સુધી પેટ ન ભરાય ત્યાં સુધી જ ખાશો. જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તામરે જાતને પ્રશ્ન કરવાનોન કે શું ખરેખર ભુખ લાગી છે કે પછી ઈચ્છા થઈ છે એટલે ખાવું છે? જો ભુખ લાગી હોય તો થોડુંક થોડુંક ખાવ. તામરી સામે જે ભોજન છે તેની સરાહના કરો, શાંતિથી ખાવ અને ચાવતી વખતે એકદમ ધ્યાન કેન્દ્રિત કરો.

lockdown life and style