આલુ-અનારદાના પરાઠા

29 August, 2012 06:56 AM IST  | 

આલુ-અનારદાના પરાઠા

આજની વાનગી

સામગ્રી

રીત

એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ એમાં મીઠું, દૂધ, દહીં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી સૉફ્ટ લોટ બાંધો. એને ભીના કપડાથી ઢાંકીને અલગ રાખો. એક બાઉલમાં બટાટાનો છૂંદો લઈ એમાં કાંદા, મીઠું, લાલ મરચાંનો પાઉડર, લીલાં મરચાં, અનારદાના પાઉડર, ચાટ મસાલો અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે લોટના લૂઆ કરો. એક લૂઓ લઈ એની નાની પૂરી વણો. એમાં એક ચમચો બટાટાનું સ્ટફિંગ ભરી પૂરીને સીલ કરો અને ફરી વણો. બાકીના પરાઠા પણ આ જ રીતે તૈયાર કરો. હવે એક તવી ગરમ કરો. એમાં પરાઠાને બન્ને બાજુથી બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. એને ગરમ-ગરમ સર્વ કરો.