અખરોટ શિક કબાબ

30 October, 2012 06:05 AM IST  | 

અખરોટ શિક કબાબ



સામગ્રી


મરચાંની પેસ્ટ



રીત

એક પૅનમાં બે ચમચા તેલ ગરમ કરો. એમાં જીરું ઉમેરી સાંતળો. હવે સમારેલી ફણસી, ગાજર અને મીઠું ઉમેરી સાંતળો. મિશ્રણમાંથી પાણી સુકાઈ જાય એટલે આદું-લસણની પેસ્ટ ઉમેરી ફરી સાંતળો. હવે આ મિશ્રણને ગૅસ પરથી ઉતારી ઠંડું કરો. અખરોટના ટુકડા, પનીર અને માવાને એકસાથે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. કાચાં કેળાં, બટેટા અને કોથમીરને અખરોટવાળા મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરો અને ફરી મિક્સરમાં બ્લેન્ડ કરો. એમાં જીરાનો પાઉડર, ચાટ મસાલો, લીલાં મરચાંની પેસ્ટ અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. એમાં ફણસીવાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરો. કાજુનો પાઉડર, બ્રેડ ક્રમ્સ અને શેકેલો ચણાનો લોટ ઉમેરી મિક્સ કરો અને બરાબર ઠંડું થવા દો. આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી ફ્રિજમાં રાખી ઠંડું કરો. ત્યાર બાદ એને બહાર કાઢો. હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી લંબગોળ આકારના કબાબ બનાવો. એક નૉન સ્ટિક પૅનમાં થોડું તેલ ગરમ કરો. તૈયાર કરેલા કબાબને બધી સાઇડથી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. સર્વિંગ પ્લેટમાં કાઢી સોસ અને ચટણી સાથે સર્વ કરો.