અખરોટનો શીરો

21 September, 2012 05:22 AM IST  | 

અખરોટનો શીરો



આજની વાનગી

 એક કપ અખરોટનો ભુક્કો

 એક કપ સાકર

 ૧૦-૧૨ શેકેલા કાજુના ટુકડા

 ચપટી ખાવાનો બ્રાઉન કલર

 એક કપ માવો

રીત

અખરોટનો ભુક્કો તૈયાર કરવા માટે દોઢ કપ અખરોટને એક કડાઈમાં થોડાં શેકો. ત્યાર બાદ એને ઠંડાં કરી એનો કરકરો ભુક્કો તૈયાર કરો. હવે એક કડાઈ ગરમ કરો. એમાં માવો શેકો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારીને અલગ રાખો. ત્યાર બાદ સાકરમાં જોઈતું પાણી ઉમેરી ગરમ કરો અને દોઢ તારની ચાસણી તૈયાર કરો. હવે ચાસણીમાં શેકેલો માવો ઉમેરી મિક્સ કરો. હવે આમાં બ્રાઉન કલર, અખરોટનો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં કાઢી કાજુના ટુકડાથી સજાવી સર્વ કરો.