19 March, 2023 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્લૅક હોલ પીત્ઝા પછી હવે તંદૂરી પનીર પીત્ઝા
હજી દોઢ-બે વર્ષ પહેલાં જ બોરીવલીમાં પીત્ઝા બાય એન્જિનિયર્સ નામનું એક નાનકડું ફૂડ આઉટલેટ ખૂલ્યું હતું. એ વખતે અહીંના બ્લૅક હોલ પીત્ઝાથી તહેલકો મચી ગયો હતો. આ આઉટલેટ ત્રણ યંગ એન્જિનિયર્સે મળીને શરૂ કર્યું છે અને દર છ-આઠ મહિને એના મેનુમાં કંઈક નવું જોવા મળે છે. હાલમાં અહીં રૅક્ટેન્ગલ પીત્ઝા શરૂ થયા છે અને એના પર જાયન્ટ પનીરના પીસ સજાવવામાં આવ્યા છે. પીત્ઝા બેક થયા પછી પનીરને ફાયર ટૉર્ચથી ભૂંજવામાં આવતા હોવાથી તંદૂરી ફ્લેવર મજાની આવે છે. તંદૂર ફૉર સ્ટ્રોક પીત્ઝા એટલો મોટો છે કે એ પૂરો કરવા તમને બે મિત્રોની જરૂર પડે. જો તમને સ્પાઇસની સાથે સ્વીટર ટોનવાળી ચીજો ખાવાની ગમતી હોય તો મલાઈ ફૉર સ્ટ્રોક પીત્ઝા પણ છે, જેમાં બેક થઈ ગયેલા પીત્ઝા પર મજાનું મલાઈ-ચીઝનું સ્પ્રેડ વાટકો ભરીને રેડવામાં આવે છે. યંગસ્ટર્સના હૅન્ગિંગ આઉટ માટે આ બેસ્ટ પ્લેસ બની ગયું છે.
કિંમત : ૫૪૯ રૂપિયા
ક્યાં? : પીત્ઝા બાય એન્જિનિયર્સ.