અદરકી ગોબી

03 December, 2012 08:17 AM IST  | 

અદરકી ગોબી




(સામગ્રી )

બે ઇંચનો ટુકડો આદુંનો

એક મધ્યમ સાઇઝનું ફ્લાવર

મીઠું સ્વાદ પ્રમાણે

પા ચમચી હળદર

ચાર ચમચા વિનેગાર

ત્રણ ચમચા તેલ

એક ચમચી જીરું

ત્રણ લીલાં મરચાં

એક ચમચી લાલ મરચું

બે ઝીણાં સમારેલાં ટમેટાં

બે ચમચા ઝીણી સમારેલી કોથમીર

અડધી ચમચી લીંબુનો રસ


(રીત)



ફ્લાવરને નાના ટુકડામાં સમારી લો અને એક બાઉલમાં ગરમ પાણી લઈ એમાં હળદર અને મીઠું ઉમેરી ફ્લાવરને ૧૦-૧૫ મિનિટ માટે પલાળી રાખો.

પોણા ભાગના આદુંની છાલ કાઢી પાતળી સ્લાઇસમાં સમારી લો. વિનેગરમાં ૪-૫ મિનિટ માટે પલાળી રાખો. બાકીનાં આદું અને લીલા મરચાંને પીસીને પેસ્ટ બનાવી લો.

ફ્લાવરને પાણીમાંથી કાઢીને નિતારી લો. હવે એક કડાઈમાં તેલ લઈ એ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરો. ત્યાર બાદ એમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો. તેલ છૂટે એટલે એમાં ફ્લાવર ઉમેરી સાંતળો. ત્યાર બાદ એમાં હળદર, મીઠું અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઢાંકીને વરાળે ચઢવા દો. ફ્લાવર થોડું ચઢી જાય એટલે એમાં સમારેલાં ટમેટાં ઉમેરી હલાવો. ત્યાર બાદ થોડું પાણી ઉમેરી મિક્સ કરો. વિનેગારમાં પલાળેલું આદુંની સ્લાઇસને વિનેગારમાંથી કાઢી લઈ ફ્લાવરમાં ઉમેરો અને મિક્સ કરો. હવે મધ્યમ તાપે ઢાંકીને ફ્લાવર ચઢવા દો. ચઢી જાય એટલે કોથમીર ભભરાવી બરાબર મિક્સ કરો.

હવે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી લીંબુનો રસ છાંટો. આદુંની સ્લાઇસથી સજાવી રોટલી અથવા પરાઠા સાથે પીરસો.