આ રીતે બનાવો ટેસ્ટી મગદળ તમારા ઘરે

30 July, 2019 01:05 PM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે બનાવો ટેસ્ટી મગદળ તમારા ઘરે

મગદળ

આજની વાનગી

સામગ્રી
☞ ૫૦૦ ગ્રામ મગની દાળ
☞ ૨૫૦ ગ્રામ ઘી
☞ ૩૫૦ ગ્રામ ખાંડ
☞ ૧ ટીસ્પૂન એલચીનો ભૂકો
☞ ૧ ટેબલસ્પૂન બદામની કતરણ

રીત
મગની દાળને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી શેકવી.
એને ઠંડી કરી લોટ તૈયાર કરો.
એક વાસણમાં ઘી અને સાકરને ફીણી એમાં ધીરે-ધીરે લોટ ઉમેરવો અને મિશ્રણ ભેગું કરતા જવું.
એલચીનો ભૂકો નાખી મિક્સ કરવું.
નાના-નાના પેંડા તૈયાર કરી બદામની કતરણથી ગાર્નિશ કરો.

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

Gujarati food mumbai food indian food