આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની

30 April, 2019 11:43 AM IST  |  | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઉનાળામાં બનાવો કટકી કેરી વઘારની

કટકી કેરી વઘારની

આજની વાનગી

સામગ્રી

* પાંચ કિલો રાજાપૂરી કેરી

* પાંચ કિલો ગોળ

* ૧૦૦ ગ્રામ મરચું

* તમારી આવશ્યકતા પ્રમાણે તેલ

* જીરું

* રાઈ

* મીઠું

* હળદર

* તજ

* લવિંગ

રીત

કેરીને છોલીને ધોઈને એની ઝીણી ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી એમાં જીરું, રાઈ, હિંગ, તજ, લવિંગ અને આખા મરચાના કટકાનો વઘાર કરવો. એમાં મીઠું-હળદર નાખી ધીમા તાપે મૂકવું. એમાં ચપ્પુથી કાપેલો ગોળ નાખવો. ગોળનો રસો બરાબર થાય એટલે મરચું નાખીને ઉતારી લેવી. ઠંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.

આ પણ વાંચો : આ રીતે બનાવો ટેસ્ટી આવાકાડો બનાના સ્મૂધી

mumbai food indian food