ઘરે બનાવો ચટપટા વેજિટેબલ ઢોકળાં

14 March, 2019 12:34 PM IST  |  | ધર્મિન લાઠિયા

ઘરે બનાવો ચટપટા વેજિટેબલ ઢોકળાં

વેજિટેબલ ઢોકળાં

આજની વાનગી

સામગ્રી

* ૫૦૦ ગ્રામ ચોખા

* બસો ગ્રામ અડદની દાળ

* ૩ ટેબલ-સ્પૂન દહીં

* બસો ગ્રામ લીલા વટાણા

* ૧૦૦ ગ્રામ મેથીની ભાજી

* બસો ગ્રામ કૅપ્સિકમ

* ૭ નંગ લીલાં મરચાં

* બે ટેબલ-સ્પૂન કોથમીર

* બસો ગ્રામ બટાટા

* ૧૦૦ ગ્રામ ફ્લાવરનાં ફૂલ

* બે ટેબલ-સ્પૂન તેલ

* ૧ ટેબલ-સ્પૂન કોપરાનું ખમણ

* બસો ગ્રામ ગાજર

* ૨૫૦ ગ્રામ ટમેટાં

* જરૂર અનુસાર મીઠું, મરચું, હળદર, ખાંડ, સોડા, તેલ, રાઈ, હિંગ

રીત

ચોખા અને અડદની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવાં. સવારે નિતારી ચોખાને કરકરા વાટવા. અડદની દાળને બારીક વાટવી. બન્નેને ભેગાં કરી એમાં મીઠું અને દહીં નાખી ૧૨ કલાક રાખવું. થોડો સોડા નાખવો.

લીલા વટાણાને વાટવા. મેથીની ભાજી અને કૅપ્સિકમને બારીક સમારી ધોઈ બધું ભેગું કરી એમાં મીઠું, વાટેલાં આદુ-મરચાં, ખાંડ અને કોથમીર સમારીને નાખવાં.

આ પણ વાંચો : જાણો કઈ રીતે બનાવશે ઘરે ઍપલ-ટમેટાંની ચટણી

બટાકાને છોલી છીણી લેવા. એમાં ફ્લાવરનાં ઉપરનાં ફૂલને બારીક સમારીને નાખવાં. પછી હળદર અને કોપરાનું ખમણ નાખવું.

ગાજરને છોલી નાખવાં. એમાં ટમેટાના બારીક ડુકડા, લાલ મરચું નાખવું.

બધું ભેગું કરી ખીરામાં નાખી સરસ હલાવવું. એક થાળીમાં તેલ ચોપડી ખીરું નાખી વરાળમાં વીસ મિનિટ બાફી લેવું અને ગરમાગરમ લીલી ચટણી સાથે સર્વ કરવું.

mumbai food indian food