ચલો બનાવીએ આદું આમળાં પંચ

13 November, 2019 03:34 PM IST  |  Mumbai | Neepa Thaker

ચલો બનાવીએ આદું આમળાં પંચ

આદું આમળાં પંચ

સામગ્રીઃ

☞ પાંચ નંગ આમળાં

☞ ૧ ટુકડો આદું

☞ ૧ કપ ફુદીનો

☞ ૧ નંગ લીંબુ

☞ પા ચમચી કાળાં મરીનો પાઉડર

ચપટીક સંચળ

☞ સ્વાદાનુસાર સાકર

☞ જરૂર પૂરતું પાણી

બનાવવાની રીતઃ

આમળાં, આદું અને ફુદીનાનાં પાન બરાબર ધોઈને સમારી લેવાં. મિક્સરમાં તમામ સામગ્રી ભેગી કરીને પીસી લેવું. એમાં પાંચથી છ ગ્લાસ પાણી ઉમેરો અને થોડીક વાર રહેવા દો.

નોંધ : પાણીના બદલે તમે સ્પ્રાઇટ કે અન્ય કાર્બોનેટેડ પીણું પણ ઉમેરી શકો છો.

ટિપ : ઠંડીની સીઝનમાં રોજ સવારે એક ગ્લાસ આ પીણું પીવાથી ઇમ્યુનિટી વધે છે.

mumbai food indian food