જાણો પટેટો-વૉલનટ સૂપ બનાવવાની રીત

22 January, 2019 12:51 PM IST  |  | ધર્મિન લાઠિયા

જાણો પટેટો-વૉલનટ સૂપ બનાવવાની રીત

ટેસ્ટી પટેટો-વૉલનટ સૂપ

આજની વાનગી 

સામગ્રી

+            ૨૫૦ ગ્રામ બટાટા

+            ૧ નંગ ડુંગળી

+            ૩ દાંડી સેલરી

+            ૧૦૦ ગ્રામ અખરોટના કટકા

+            ૨ કપ દૂધ

+            ૧ ટેબલ-સ્પૂન કૉર્નફ્લોર

+            ૧ ટેબલ-સ્પૂન માખણ

+            ૩ કપ વાઇટ સ્ટૉક

+            ૧ કપ ક્રીમ

+            અડધી ઝૂડી પાર્સલી

+            મીઠું અને મરીનો ભૂકો સ્વાદ અનુસાર

રીત

બટાટા અને ડુંગળીને છોલીને એના કટકા કરવા. સેલરીની દાંડી સમારવી. અખરોટના કટકા દૂધમાં ઉકાળવા. પછી નીચે ઉતારી દૂધ ઠંડું પડે એટલે એમાં કૉર્નફલોર મિક્સ કરવો.

એક વાસણમાં માખણ ગરમ કરવું. એમાં બટાટા, ડુંગળી અને સેલરી નાખીને સાંતળવું. પછી એમાં વાઇટ સ્ટૉક નાખીને ઉકાળવું. શાક બફાય એટલે ઉતારી લેવું. ઠંડું થાય એટલે લિક્વિડાઇઝ્ડ કરીને સૂપને ગાળી લેવો. પછી સૂપને ઉકાળી એમાં અખરોટ અને કૉર્નફ્લોરવાળું ïદૂધ નાખવું. બે ઊભરા આવે એટલે ઉતારીને એમાં મીઠું અને મરીનો ભૂકો નાખવો. પછી એમાં ક્રીમ અને બારીક કાપેલી પાર્સલી નાખી ગરમ સૂપ આપવો.