શિયાળામાં સ્ત્રીઓ પોતાની ઉંમર કરતાં મોટી દેખાય છે?

29 December, 2011 06:49 AM IST  | 

શિયાળામાં સ્ત્રીઓ પોતાની ઉંમર કરતાં મોટી દેખાય છે?



ન્યુ યૉર્કની એએમએ લૅબોરેટરીમાં ૨૭થી ૬૦ વર્ષની ઉંમરની ૫૦૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ શિયાળામાં મહિલાઓ પોતાની ઉંમર કરતાં ઍવરેજ ચાર વર્ષ અને આઠ મહિના મોટી દેખાય છે. ઠંડીની સીઝનમાં સૂર્યપકાશ ઓછો મળવાને લીધે શરીરમાં વિટામિન-ડી અને કેની ઊણપ અનુભવાય છે અને શરીરને ફીલગુડ કરાવતા સેરોટોનિન નામના કૅમિકલનું પ્રમાણ પણ ઘટી જાય છે એટલે થાક વધુ લાગે છે. આંખ આગળ કાળાં કુંડાળાં પડવાથી અને આંખોમાં સોજો આવ્યો હોય એવું લાગવાને કારણે ઉંમર વધુ દેખાય છે એમ રિસર્ચરો તારવે છે. સ્ત્રીની જેમ પુરુષોમાં પણ આ સેમ સમસ્યા લાગુ પડે છે, પરંતુ પુરુષોમાં એ એટલી જલદી નોટિસમાં નથી આવતી.