વિન્ટેજ અને બોહો : ૨૦૧૧ના વર્ષમાં આ બે હટકે ટ્રેન્ડ ખૂબ હૉટ રહ્યા

23 December, 2011 07:47 AM IST  | 

વિન્ટેજ અને બોહો : ૨૦૧૧ના વર્ષમાં આ બે હટકે ટ્રેન્ડ ખૂબ હૉટ રહ્યા



વિન્ટેજ ફૅશન

આ ફૅશનમાં જોવા મળે છે હાઇ-વેસ્ટ પૅન્ટ, ડ્રૅપ સ્ટાઇલની મૅક્સી, લહેરાતાં કટ અને કફ્તાન. રેટ્રો લુકને પણ વિન્ટેજ સ્ટાઇલમાં જ ગણી શકાય. રેટ્રો સ્ટાઇલના ટ્રાઉઝર સાથે મૅચ કરેલું ટૉપ અને ઍનિમલ પ્રિન્ટવાળો સ્કાર્ફ વિન્ટેજ લુક આપે છે. આ વિન્ટેજ સ્ટાઇલ બૉલીવુડ અને હૉલીવુડ બન્ને જગ્યાએ ખૂબ ફેવરિટ બની રહી છે. આવી સ્ટાઇલમાં સોનમ કપૂર ખાસ જોવા મળે છે.

સ્કિન જીન્સ : ટાઇટ જીન્સ અને લાંબા ઓવરસાઇઝ પહેરેલી રવીના ટંડન અને માધુરી દીક્ષિત યાદ છે? ૧૯૯૦ના દાયકાની મોટા ભાગની ફિલ્મોમાં તેમનો આ લુક સરખો જ રહેતો અને આ સ્ટાઇલ પાછી આવી છે; પણ હા, થોડી ફ્રેશનેસ અને મોડિફિકેશન સાથે.

યલો, ગ્રીન, પર્પલ અને બ્લૅક કે વાઇટ રંગનાં સ્કિની જીન્સ તેમ જ પૅન્ટ આ વર્ષમાં ખૂબ હિટ રહ્યાં છે. કૅટરિના કૈફ અને મલઇકા અરોરા આ ટ્રેન્ડને ખાસ અપનાવતી જોવા મળી.

પ્રિન્ટ : જેટલી મોટી અને લાઉડ પ્રિન્ટ હોય એટલું વધારે સારું. આ સમયમાં પ્રિન્ટમાં પહેલાં ક્યારેય ન જોવા મળેલાં એક્સપરિમેન્ટ અને વેરિયેશન જોવા મળ્યાં. ફ્રૂટ પ્રિન્ટ, ઍનિમલ પ્રિન્ટ ડિઝાઇનરોની ફેવરિટ રહી.

બ્રાઇટ કલર્સ : યલો, ઑરેન્જ, કોબાલ્ટ બ્લુ, પર્પલની છટાવાળા બધા જ રંગો ફૅશન-એક્સપટોર્ના ટૉપ લિસ્ટ પર રહ્યા. ટૂંકમાં, બોલ્ડ અને બ્રાઇટ રંગોની આ સીઝનમાં બોલબાલા રહી; જેમાં ઍક્સેસરીઝ, બૅગ, શૂઝ, કપડાં બધાંનો સમાવેશ થયો.

બોહેમિયન લુક

બોહેમિયન કે બોહો લુક આખા વર્ષ દરમ્યાન પહેરી શકાતી સ્ટાઇલ છે અને એ આખા વર્ષ દરમ્યાન જોવા પણ મળી. એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે ઇન્ટરનૅશનલ પૉપસ્ટાર લેડી ગાગા. જે લોકો ફૅશનમાં કોઈ જ બંદિશોને માન્યા વિના જ મુક્ત રીતે ફૉલો કરવા માગતા હોય તેમના માટે બોહો લુક પર્ફેક્ટ છે. બોહો એટલે ઓરિજિનલી ૧૯૬૦ના દાયકાની સ્ટાઇલ.

રફલ અને લેયર : રફલ અને લેયર એટલે કે ઝાલર પહેલાં રૅમ્પ પર હિટ થઈ અને ત્યાર બાદ આખા ફૅશનવલ્ર્ડે અપનાવી. મોટા સ્ટોરમાં જાઓ કે સ્ટ્રીટ-શૉપિંગ પર - ટ્યુનિક, સ્ક્ટર્‍, પૅન્ટ, લેયર્ડ સ્કર્ટ આ આઉટફિટ બધા માટે મસ્ટ હૅવ ઇન વૉર્ડરોબ બની ગયાં છે. એમાં સૌથી કૂલ ટ્રેન્ડ રહ્યો રફલ્ડ સ્ક્ટર્‍ સાથે ટી-શર્ટનો.

મોટાં ફૂમતાં : કેટલીક વાર નાની-નાની ડીટેલિંગથી પણ કોઈ ગાર્મેન્ટને નોટિસેબલ બનાવી શકાય છે. આ થોડી જુદી ટાઇપનાં મોટી સાઇઝનાં ફૂમતાં ઘણાં ગાર્મેન્ટ્સની ડિઝાઇન માટે એક ઍડિશન બન્યાં. હૅન્ડબૅગથી લઈને શૂઝ, ડ્રેસિસ અને હૅટમાં ટસલ એટલે કે ફૂમતાં હિટ રહ્યાં.

હેડ ગિયર અને હૅટ : વર્ષની શરૂઆત પછી બ્રિટનમાં પ્રિન્સ વિલિયમ અને કૅટનાં લગ્ન વખતે આવેલા મહેમાનોની જુદી-જુદી ડિઝાઇનોવાળી હૅટ જોઈને ઈસ્ટ અને વેસ્ટ બન્ને બાજુના ફૅશનવર્લ્ડને હૅટનો એવો ચસકો લાગ્યો કે હૅટ અને હેડ ગિયર મસ્ટ હૅવ બની ગયાં. પછી એ ફેડોરા હૅટ પહેરેલી પ્રીતિ ઝિન્ટા હોય કે ફ્લાવર અને ફેધરના હેડ ગિયર પહેરતી કૅટરિના કૈફ - વાળની આ ઍક્સેસરી મસ્ટ રહી.

ભડકાઉ ઍક્સેસરી : નિયોન જેવા ભડકીલા રંગોની બૅગ, મોટા નેકલેસ, રંગબેરંગી દોરા વીંટેલી બંગડીઓ, ઇયરરિંગ્સ અને બેલ્ટ તેમ જ રેટ્રો લુકવાળા પ્લાસ્ટિકના મોટી ફ્રેમવાળા સનગ્લાસિસ હિટ રહ્યા. તાજું ઉદાહરણ એટલે વિદ્યા બાલનનો ‘ધ ડર્ટી પિક્ચર’ ફિલ્મના પ્રમોશન વખતનો લુક, જેણે બોહેમિયન લુકને એક નવી દિશા આપી છે.

વેજ હીલ્સ : સ્ટિલેટો અને ફ્લૅટ ચંપલ તો લોકો પહેરે જ છે. જો યુવતીઓને કોઈ ફૂટવેઅરે ખૂબ આકષ્ર્યા હોય તો એ છે વેજીસ. જોકે આ શૂઝ દેખાવમાં થોડા બલ્કી હોવાથી શૂ રૅક પર ખૂબ જગ્યા રોકે છે, પણ ફૅશનમાં જેણે ઇન રહેવું હોય તેના માટે આ કારણ સાથે કોઈ લેવા-દેવા જ નથી. જોકે આ ટ્રેન્ડ ખૂબ કમ્ફર્ટેબલ હોવાને લીધે ખૂબ વહેલો માર્કેટમાં આવી જવો જોઈતો હતો, પણ જ્યારે આ ટ્રેન્ડ આવ્યો ત્યારે બધાએ જ એને ખૂબ ખુલ્લા દિલે અપનાવ્યો હતો - પછી એ સામાન્ય લોકો હોય, કોઈ મૉડલ-ઍક્ટ્રેસ હો કે પછી ફૅશન-ડિઝાઇનર, વેજીસ આર ઇન.