સ્ત્રીઓ જૂતાં પાછળ કેમ હોય છે દીવાની?

24 August, 2012 06:57 AM IST  | 

સ્ત્રીઓ જૂતાં પાછળ કેમ હોય છે દીવાની?

હાલમાં મોટા ભાગની શૂઝ-બ્રૅન્ડમાં સેલ ચાલી રહ્યું છે અને જો તમે એ સેલમાં મોડા પહોંચ્યા તો કંઈ નહીં મળે, કારણ કે સ્ત્રીઓ શૂઝની શૉપિંગ કરવા માટે હંમેશાં તત્પર હોય છે. શૂઝ એક એવી ઍક્સેસરી છે જેના વિના સ્ત્રીઓને નથી ચાલતું. જો નવાં-નવાં કપડાં પહેરવાનો શોખ હોય તો એના પર અલગ-અલગ શૂઝ મૅચ કરવા પણ જરૂરી છે. ફેવરિટ જૂતાંની જોડી પર્હેયા બાદ એને વારંવાર માથું નીચે કરીને જોયા કરવામાં પણ જુદી જ મજા છે. ચાલો જાણીએ શૂઝ પાછળની આ દીવાનગીનો રાઝ.

શૂઝ એટલે શૂઝ

હા અને એ ખૂબ જરૂરી પણ છે. શૂઝ દરેક સ્ત્રીની જાણે ફૅન્ટસી છે, બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તેઓ શૂઝ સાથે વાતો કરી શકે છે, એમને વહાલ કરી શકે છે અને એમની સંભાળ પણ લઈ શકે છે. સ્ત્રીઓને તેમનાં શૂઝ તેમના જેટલાં જ સુંદર લાગે છે અને એ તેમના જીવનનો એક હિસ્સો પણ છે.

શૂઝ સુધારે મૂડ

ગમે એ શૉપિંગ હોય એનાથી મૂડ તો સુધરે જ છે. એમાંય શૂઝની વાત આવે ત્યાં તો ઉત્સાહ બમણો થાય છે. સ્ત્રીઓ જુદાં-જુદાં શૂઝ ટ્રાય કરવામાં અને પસંદ કરવામાં કલાકો ગાળી શકે છે. એમાંથી જો કંઈ પસંદ આવી જાય તો તેમનો મૂડ સુધરી જાય છે અને જો સાથે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય જેને પણ શૂઝ જ પસંદ હોય તો શૉપિંગમાં મજા પડી જાય.

હાઇટ વધારે લાગે

પાંચ ફૂટની હાઇટ ધરાવતી યુવતીને જો સુસ્મિતા સેન જેવી હાઇટ જોઈતી હોય તો એનો એક જ ઇલાજ છે. પાંચથી સાત ઇંચની ઊંચી એડીવાળાં સૅન્ડલ્સ. હાઇ હીલનાં જૂતાં પહેયાર઼્ બાદ જે કૉન્ફિડન્સ મળે છે એ અવર્ણનીય હોય છે. આ એક હાઇ હીલ શૂઝની જોડી દુનિયાની સામે આવવાનો કૉન્ફિડન્સ આપે છે.

સેક્સ-અપીલ

પેન્સિલ હીલ સ્ટિલેટો એ કામ કરે છે જે મેક-અપ કે ફેન્સી ઍક્સેસરી પણ નહીં કરી શકે. હાઇ હીલ શૂઝથી ફિગરને એક પર્ફેક્ટ લુક મળે છે. પીપ ટો, પ્લેન સ્ટિલેટો, બેલેરીના કે પછી વેજ હીલ સ્ત્રીઓના ટોટલ લુકમાં ખૂબ મોટો ભાગ ભજવે છે. હીલ પહેરીને મળતો આ ચેન્જ કેટલો મહત્વનો હોય છે એ તો એ પર્હેયા પછી જ સમજાશે.

કલેક્ટર્સ આઇટમ

સ્ત્રીઓને પહેરે કે ન પહેરે પણ વધુમાં વધુ શૂઝ કલેક્ટ કરવાં ગમે છે. બૉલીવુડની ઍક્ટ્રેસો જો પોતાની સ્ટાઇલ માટે ઇન્ટરવ્યુ આપે તો તેમની પાસે કેટલી જોડી જૂતાં છે એ કહેવાનું ક્યારેય ભૂલતી નથી. શૂઝનું કલેક્શન એવું છે જે ક્યારેય નકામું પણ જવાનું નથી. કેટલાં શૂઝ છે એવું કોઈ સ્ત્રીને પૂછવામાં આવે તો તેની પાસે ૧૦૦ જોડી જૂતાં હોવા બાદ પણ ચહેરા પર તૃપ્તિના હાવભાવ તો નહીં જ દેખાય અને આને જ કહેવાય સેલ્ફ કન્ફેસ્ડ શૂ-ઓ-હોલિક. જેની પાસે બધા જ રંગોનાં અને બ્રૅન્ડનાં શૂઝ હોવા છતાં તેના વિશ લિસ્ટમાં સૌથી ટૉપ પર જૂતાં જ હશે.

શૂમયી લાઇફ

અમેરિકાના ‘શૉપ સ્માર્ટ’ નામના એક મૅગેઝિને કરેલા સર્વેના રિપોર્ટ પ્રમાણે એક સ્ત્રી પાસે એક સમયે સરેરાશ ૧૭ જોડી શૂઝ હોય છે