શું કહે છે તમારી હેરસ્ટાઇલ?

08 November, 2011 07:41 PM IST  | 

શું કહે છે તમારી હેરસ્ટાઇલ?



સાઇડ પાર્ટિંગ

મોટા ભાગે ફાઇનૅન્સ, પૉલિટિક્સ અને ઇન્શ્યૉરન્સમાં પૉપ્યુલર.

કારણ : આવી હેરસ્ટાઇલ એક સિમ્પલ સાઇડ દેખાડે છે, પણ એ જોનારને એવું જણાઈ આવે છે કે બહુ નહીં પણ થોડું તો તમે તમારા દેખાવ પ્રત્યે ધ્યાન આપો જ છો. આ એક ક્લાસિક લુક છે જે ક્યારેય આઉટ ઑફ સ્ટાઇલ નહીં જાય, કારણ કે આ હેરસ્ટાઇલ એક ક્લાસ અને મહત્વ દર્શાવે છે. જો તમે તમારાથી મોટી પોઝિશનના લોકોને નોટિસ કરશો તો ઘણા સાઇડ પાર્ટિંગવાળા મિત્રો મળી આવશે.

ફૉક્સ હોક કે સ્પાઇક

મોટા ભાગે ફૅશન, ફોટોગ્રાફી કે એવા ફીલ્ડમાં પૉપ્યુલર.

કારણ : આ હેરસ્ટાઇલ પ્રોફેશનની જેમ જ ક્રીએટિવ અને થોડી એક્સાઇટમેન્ટવાળી લાગે છે. આ દર્શાવે છે કે લોકોમાં તમે કેવા લાગશો એ પ્રત્યે ઘણો વિચાર કરો છો. આ હેરસ્ટાઇલ એવી છે જે રૂટીન નથી લાગતી. ક્રીએટિવ ફીલ્ડ જેવી જ ક્રીએટિવ આ હેરસ્ટાઇલ લોકોનું તમારા તરફ ધ્યાન ખેંચશે, જેની આ ફીલ્ડમાં સાચે જ જરૂર હોય છે.

ટેક્ષ્ચર્ડ બેડહેડ

મોટા ભાગે હૉલીવુડ, બૉલીવુડ, મિડિયા, પબ્લિક રિલેશનમાં પૉપ્યુલર.

કારણ : ટ્રેન્ડી અને ડીટેલ ઓરિયેન્ટેડ એવી આ હેરસ્ટાઇલ જણાવે છે કે તમે નાની-નાની બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખો છો. આ લુકને મેઇન્ટેન કે ક્રીએટ કરવા માટે ખૂબ સમયની જરૂર પડે છે. માટે જ આ લુક સાબિતી આપે છે કે તમે પોતાના લુક પાછળ કેટલો પણ સમય ખર્ચી શકો છો. જે લોકો પાવર-પોઝિશનમાં હોય તેઓ ખાસ નોટિસ કરે છે કે આવી હેરસ્ટાઇલવાળો પુરુષ પોતાનો ખૂબ ખ્યાલ રાખે છે અને નવા-નવા ટ્રેન્ડથી પોતાને અપડેટેડ રાખે છે.

બઝ કટ

મોટા ભાગે મેડિસિન, પ્રોફેશનલ સ્પોર્ટ્સ અને આર્મીમાં પૉપ્યુલર.

કારણ :  આ હેરસ્ટાઇલ કહે છે કે તમે ખૂબ મસ્ક્યુલાઇન અને કૉન્ફિડન્ટ છો. તમે તમારા અપીઅરન્સ પર ધ્યાન આપો છો અને તમારા વાળ પર જ ધ્યાન આપવામાં ખૂબ વ્યસ્ત રહો છો. આ લુક મિલિટરી કટ જેવો હોવાનું કારણ એ નથી કે આ હેરસ્ટાઇલ લો- મેઇન્ટેનન્સ છે, પણ એ દેખાડે છે કે તમે વાળને છોડીને કામ પર વધારે ધ્યાન આપવાનું પસંદ કરો છો, પણ વધારે મહત્વનું એ છે કે તમે તમારી ટીમ જેવા જ દેખાવા માગો છો અને કામમાં સહભાગી થશો.

સિઝર કટ

મોટા ભાગે વકાલત, થિયેટર વગેરેમાં પૉપ્યુલર.

કારણ : ખૂબ સેન્સિટિવ અને કૉન્ફિડન્સવાળી આ કટ પર્ફેક્શનપ્રિય પુરુષો માટે પર્ફેક્ટ છે. તમારો લુક જ કહી દે છે કે તમારી પાસે સવારના પહોરમાં વાળ ઓળવા સિવાય બીજાં ઘણાં કામો છે, પણ તોય તમને તમારો લુક ગરિમાભયોર્ દેખાય એ જોઈએ છે અને એ જ તમારા ભાવિ બિઝનેસ કે જૉબમાં ઘણો ઇમ્પ્રેસિવ લાગી શકે છે. આ લુક મોટા ભાગે કોઈ પણ એજના પુરુષોને સૂટ થાય છે, પણ નવા-નવા જ કામ કરતા થયેલા ફ્રેશર્સ માટે આ હેરસ્ટાઇલ બૉસ સામે ઇમ્પ્રેશન ઊભી કરવા માટે હેલ્પફુલ થશે.