વૉર્ડરોબ મૅલફન્ક્શનથી બચો

26 November, 2012 06:35 AM IST  | 

વૉર્ડરોબ મૅલફન્ક્શનથી બચો



તાજેતરમાં અર્પિતા ખાનનો એક ફોટો બધે જ પબ્લિશ થયો, જેમાં તેનું ટૉપ બૉડી પર બરાબર બેસ્યું નથી અને જેને લીધે તેને ઍરપોર્ટ જેવી જાહેર જગ્યાએ વૉર્ડરોબ મૅલફન્ક્શનની વિક્ટિમ બનવું પડ્યું. આ પહેલાં પરિણીતી ચોપડાએ એક ઇવેન્ટ દરમ્યાન એટલો ટાઇટ ડ્રેસ પહેયોર્ હતો કે તે પાછળના ભાગમાં થોડો ફાટી ગયો હોય એવું લાગતું હતુ. આ રીતે કેટલીય વાર આપણે થોડા ફાટેલા ડ્રેસ, તૂટી ગયેલા બટન કે ડ્રેસના અયોગ્ય ફિટિંગને કારણે વૉર્ડરોબ મૅલફન્ક્શનનો ભોગ બની જતા હોઈએ છીએ. જોઈએ આ ટાળવા કઈ બાબતો ધ્યાનમાં રાખી શકાય.

કૉન્ટ્રાસ્ટ અન્ડરગાર્મેન્ટ્સ


જે પણ આઉટફિટ પહેરો એની સાથે તમે કેવી ટાઇપના અન્ડરગાર્મેન્ટ્સ સિલેક્ટ કરો છો એ મહત્વનું છે. તમારી બ્રા અને બીજા અન્ડરગાર્મેન્ટ્સનો રંગ બહારના ડ્રેસ સાથે કૉન્ટ્રાસ્ટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. સ્પેશ્યલી જો તમે જ્યાં જવાના છો ત્યાં તમારા ફોટોગ્રાફ પડવાના હોય તો આ જરાય નહીં ચાલે, કારણ કે ફોટોગ્રાફી દરમ્યાન ફ્લેશલાઇટથી ડાર્ક ડ્રેસની અંદર પહેરેલા લાઇટ અન્ડરગાર્મેન્ટ ઊઠીને દેખાશે. ટાઇટ ફિટિંગ પૅન્ટ પહેરતા હો ત્યારે પણ બૉર્ડર લાઇન ઊપસેલી હોય એવી અન્ડરવેઅર ન પહેરવી જોઈએ.

ડીઓડરન્ટના ડાઘ

દિવસ દરમ્યાન જો વારંવાર ડીઓડરન્ટ સ્પ્રે કરવાની આદત હોય તો કપડાં પર આવતા એના ડાઘને નોટિસ કરવાનું નહીં ભૂલતા. જ્યારે પણ પાઉડરવાળું ડિઓડરન્ટ વાપરો ત્યારે એને કપડાં પર સ્પ્રે કરવાને બદલે સ્કિન પર કરવું અને જો કપડા પર કરો તો ડિઓડરન્ટ રીમૂવિંગ સ્પંજ વાપરીને એને લૂછી લેવો.

ચરબીના થર


ચરબીના થર ક્યારેય સારા નથી દેખાતા. માટે જો ટાઇટ ફિટિંગ ડ્રેસ પહેરવાનો શોખ હોય તો કાં તો જિમમાં જઈને બૉડીને શેપમાં રાખો અથવા શેપવેઅર અન્ડરગાર્મેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરો. શેપવેઅર એવા અન્ડરગાર્મેન્ટ છે, જે ચરબીના થરોને ઢાંકી બૉડીને ટેમ્પરરી શેપ આપે છે. ફૅશનેબલ ફિગર જોઈતું હોય તો પેટ અને કમરની ચરબીને ઢાંકવા માટે આનો વપરાશ કરી શકાય. સ્લીવલેસ કે સ્ટ્રેપલેસ પહેરો ત્યારે પણ બગલમાં ચરબી ન દેખાવી જોઈએ.

સ્ટ્રેપલેસ ડ્રેસ

સ્ટ્રેપલેસ ડ્રેસ પહેરવાનું મન થાય તોય એ કદાચ બસ્ટ પર રહેશે નહીં અને નીચે ઊતરી જશે તો એ ડરથી પહેરવાનું યુવતીઓ ટાળતી હોય છે. આવામાં જો ડ્રેસ પર્હેયા બાદ એને વારંવાર ઉપર ખેંચવામાં આવે તોય એ ખરાબ લાગે છે. અહીં વૉર્ડરોબ મૅલફન્ક્શનનો ભોગ ન બનવું પડે એ માટે સ્ટ્રેપલેસ બ્રા પહેરો જેને થોડી ડ્રેસ સાથે પિન-અપ કરી શકાય જેથી ડ્રેસ શરીર પર રહે. આ સિવાય ચેન્જ કરી શકાય એવા સ્ટ્રેપની બ્રામાં ડેકોરેટિવ સ્ટ્રેપ લગાવો અને બ્રાને ડ્રેસ સાથે થોડું સીવી લો અથવા પિન-અપ કરી લો, જે સ્ટાઇલિશ લાગશે સાથે સિક્યૉર પણ રહેશે.

શૉર્ટ્સ પહેરો

જો શૉર્ટ ડ્રેસ કે સ્ક્ટર્‍ પહેરવાના હો તો એની નીચે શૉર્ટ્સ પહેરવાનું ખાસ ધ્યાનમાં રાખજો. આવા શૉર્ટ ડ્રેસિસ સાથે બાઇકર શૉર્ટ્સ પહેરી શકાય. વૉર્ડરોબમાં જૂના લેગિંગ્સ પડ્યા હોય તો એને કટ કરીને ડ્રેસની નીચે પહેરવાના શૉર્ટ્સ બનાવી શકાય.

સેફ્ટી પિન સાથે રાખો

લગ્ન અટેન્ડ કરવાના હો કે પછી પાર્ટી કે પછી ઑફિસ જતા હો પણ હંમેશાં પોતાના પર્સમાં થોડી સેફ્ટી પિન્સ રાખો. લગ્ન કે પાર્ટી જેવા પ્રસંગોમાં પહેરવાના ડ્રેસિસ વજનમાં થોડા હેવી હોવાને કારણે એને શરીર પર જકડી રાખવા થોડા અઘરા હોય છે. આવા ડ્રેસિસમાં બટન ક્યારે તૂટી જશે કે ઝિપ ક્યારે બગડી જશે એ કહી ન શકાય માટે જો પિન્સ સાથે હશે તો એ તમને વૉર્ડરોબ મૅલફન્ક્શનનો શિકાર બનવાથી બચાવશે. પિનથી કાયમી તો નહીં, પરંતુ ટેમ્પરરી સૉલ્યુશન મળી રહે છે.