કિસ્મત બદલવી છે તો પહેરો આવા કપડા

20 January, 2019 04:35 PM IST  | 

કિસ્મત બદલવી છે તો પહેરો આવા કપડા

યંગસ્ટર્સમાં ફાટેલી જીન્સ પહેરવાનો ટ્રેન્ડ

અત્યાર સુધી આપણે જ્યારે ફેંગશુઈની વાત કરીએ ત્યારે હંમેશા ફેંગશુઈ ઓબ્જેક્ટ્સ અને તેમનાથી જોડાયેલી દિશાની વાતો કરી છે. પરંતુ ફેંગશુઈની દુનિયામાં કપડા ખુબ મહત્વનો રોલ નિભાવે છે. આપણે કેવા કપડા પહેરીએ છીએ તેમને કઈ રીતે તેમને વાપરીએ છીએ તેમની લાઈફમાં ખુબ અસર કરે છે.

આજકાલ યંગસ્ટર્સમાં ફાટેલી જીન્સ પહેરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેને ફેંગશુઈમાં ખરાબ માનવામાં આવી રહ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે આ રીતના કપડા ખરાબ નસીબને લઈને આવે છે. એટલું જ નહી કપડા ગમે તેટલા ફાટેલા હોય કે ડિઝાઈનર હોય આ પ્રકારના કપડા પહેરવા જોઈએ નહી. આ રીતના કપડામાં તમે તમારા મિત્રો વચ્ચે સારા લાગો પણ આ કપડા જ તમારૂ ગુડ લકને બેડ લકમાં બદલી શકે છે.

આ રીતના કપડા પહેરવા દરિદ્રતાની નિશાની છે. આ માત્ર બહાર જવા માટે જ નહીં પરંતુ ઘરે પણ આવા કપડા પહેરવા ન જોઈએ. આ સિવાય જ્યારે તમે રોજ વહેલા ઉઠો ત્યારે સૌથી પહેલા નાઈટ ડ્રેસની જગ્યાએ સારા વ્યવસ્થિત કપડા પહેરવા જોઈએ જે આંખોને સારું લાગે. આવુ કરવાથી તમે પોઝિટીવ વાઈબ્રેશનથી ભરાઈ જશે અને આમ રોજ કરવાથી તમારામાં ગુડ લક આવશે.

તમારા દિવસની શરૂઆત હમેશા એક સ્માઈલ અને સાફ-સુથરા કપડા સાથે કરવી જોઈએ. એટલું જ નહી કપડાઓને ધોયા પછી હંમેશા તડકામાં સુકાવા જોઈએ અને તેના કારણે પોઝિટીવ એનર્જી આવશે. ધોયેલા અને સુકાયેલા કપડાઓને રાતમાં બહાર છોડવા જોઈએ નહી કેમકે રાત્રે આ એનર્જી નેગેટીવ થઈ જાય છે અને આ કપડા પહેરવાની અસર તેમની પર થાય છે.

મહિનામાં મિનિમમ એકવાર ઘરમાં રહેલા તકિયા અને ગાદલાઓને તડકામાં સુકાવા દેવા જોઈએ. કપડામાં રહેલા જર્મ્સ અને બેક્ટેરિયા પણ મરે છે અને પોઝિટીવ એનર્જી પણ આવે છે. જો કોઈ ઘરમાં બિમાર હોય તો એ વ્યક્તિ જે બેડ પર સુતા હોય તેવા કપડા અને ગાદલાઓને તડકાઓમાં સુકાવવા જોઈએ આવી નાની વાતોને ધ્યાનમાં રાખીને તમારા જીવનમાં ગુડ લક આવશે